Last Updated on March 23, 2021 by
સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે આ દરમિયાન વ્યાજને સંપૂર્ણ રીતે માફ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેંકોને રાહત મળી છે. બીજી બાજુ, સંપૂર્ણ રીતે વ્યાજ માફીની માંગ કરી રહેલા રિયલ એસ્ટેટ જેવી અનેક સેક્ટરની કંપનીઓને ઝટકો લાગ્યો છે.
Waiver of complete interest is not possible because they have to pay interest to depositors like account holders and pensioners said Supreme Court
— ANI (@ANI) March 23, 2021
જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેંચે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તે ઇકોનોમિક પોલીસી મામલે દખલ ન કરી શકે. તે નક્કી નહીં કરે કે કોઇ પોલીસી યોગ્ય છે કે નહી. કોર્ટ ફક્ત તે નક્કી કરી શકે છે કો કોઇ પોલીસી કાયદા સંમત છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે સરકારનો પક્ષ સમજતા કહ્યુ કે, કોરોના મહામારી ફક્ત કંપનીઓને જ નહીં, સરકારને પણ નુકસાન થયુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે, તે સરકાર અને રિઝર્વ બેંક પર દબાણી કરી શકે નહીં.
કેંન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ આપ્યુ છે. આ દસ્તાવેજોમાં સ્પષ્ટ રીતે કહેવાયુ છે કે, સરકારે અલગ અલગ સેક્ટર્સમાં યોગ્ય રાહત પેકેજ આપ્યુ છે.હાલની મહામારીની વચ્ચે એ સંભવ નથી કે, આ સેક્ટર્સને વધારે રાહત આપવામાં આવે.
કેન્દ્ર સરકારે એવુ પણ કહ્યુ હતું કે, જાહેર હિતની અરજીના માધ્યમથી ક્ષેત્ર વિશેષ માટે રાહતની માગ કરી શકાય છે. કેન્દ્ર સરકારે એફિડેવિટ મુદ્દે 2 કરોડ સુધીની લોન માટે વ્યાજ પર વ્યાજ માફ કરવા ઉપરાંત કેટલીય રાહત અર્થવ્યવસ્થા અને બૈંકીંગ ક્ષેત્ર માટે હાનિકારક છે.
શું છે સમગ્ર મામલો
આ તે જ કેસ છે જેમાં સરકારે બેંક લોનધારકોને EMI ચુકવવા પર મોટી રાહત આપી હતી. હકીકતમાં ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકે લોન આપનારી કંપનીઓને મોરોટોરિયમ આપવાની વાત કહી હતી, જેને 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી.
લોન ચુકવણી પર રાહત આપ્યા બાદ RBIએ બેંકોને કહ્યું કે તે લોનનું વન ટાઇમ રિસ્ટ્રક્ચરિંગ કરે અને તેને NPA ઘોષિત ન કરે. તે અંતર્ગત તે જ કંપનીઓ અને લોનધારકોને સામેલ કરવામાં આવે, જે 1 માર્ચ 2020થી 30થી વધુ દિવસ સુધી ડિફોલ્ટ નથી થયા. કોર્પોરેટ લોનધારકો માટે બેંક 31 ડિસેમ્બર 2020 સુધી રિઝોલ્યુશન પ્લાન લાવે અને 30 જૂન 2021 સુધી લાગુ કરે. 22 મેએ RBIએ પોતાની MPC બેઠકમાં કહ્યું હતું કે લોન મોરેટોરિયમને ત્રણ મહિના માટે વધારવામાં આવી રહી છે, એટલે કે તેને 6 મહિના માટે કરી દેવામાં આવી છે.
સરકારે આપી હતી રાહત
વર્ષ 2020 માર્ચ-ઓગસ્ટ દરમિયાન મોરેટોરિયમ યોજનાનો લાભ મોટી સંખ્યામાં લોકોને આપવામાં આવ્યો, પણ તેમની ફરિયાદ હતી કે, હવે બેંક બાક રકમ પર વ્યાજ ઉપર વ્યાજ લગાવી રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને આ સવાલ પૂછ્યો હતો કે, સ્થગિત હપ્તા પર વધારે વ્યાજ કેમ લેવામાં આવે છે. તો સરકારે પોતાના જવાબમાં કહ્યુ કે, 2 કરોડ રૂપિયા સુધીના વ્યાજ માટે બાકી હપ્તામાં વ્યાજ પર વ્યાજ નથી લગાવામાં આવતું.
સરકારે આ પ્રસ્તાવમાં 2 કરોડ રૂપિયા સુધીના MSME લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ બાકી, કાર ટૂ વ્હીલર લોન અને પર્સનલ લોન શામેલ છે. આ વ્યાજ માફીનો સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવે અને લગભગ 7 હજાર કરોડ રૂપિયા ખર્ચ પણ કર્યો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31