Last Updated on March 23, 2021 by
બિહારની કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કાયદાકીય ઝીણવટને જગ્યાએ માનવીય જીવનના ભાગને અતિ મહત્વ આપવામાં આવ્યુ છે. કિશોર ન્યાય પરિષદના મુખ્ય દંડાધિકારી માનવેન્દ્ર મિશ્રએ ફક્ત ત્રણ દિવસમાં જ કેસનો નિકાલ કરી કિશોર અને કિશારોની લગ્નને કાયદેસરની માન્યતા અપાવી હતી. સાથે જ જેલમાં બંધ આરોપી કિશોરને છૂટો પણ કરાવ્યો હતો. આ નિર્ણયથી કિશોર અને કિશારીની આઠ મહિનાની માસૂમ બાળકને તેના દાદા-દાદીના ઘરે જવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
આ રાજ્યનો પ્રથમ કેસ છે, જ્યાં ફક્ત ત્રણ મહિનામાં આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક નિર્ણયે કેટલાય નવા રેકોર્ડ બનાવ્યા છે. કિશોર-કિશોરીના લગ્ન કાયદેસરના ગણાવતા તેમના દ્વારા જન્મેલી આઠ મહિનાની બાળકીને તેનો હક મળી ગયો છે. જો કે, જજે એવુ પણ કહ્યુ હતું કે, આ ચુકાદાનો લાભ લઈને કોઈ અન્ય કેસમાં તેનો ગેરફાયદો ઉઠાવી શકાય નહીં.
શું હતો મામલો
આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામની છે. જ્યાં સરસ્વતી પૂજામાં શામેલ થવા ગયેલી કિશોરી પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. ત્યાર બાદ કિશોરીના પિતાએ 11 ફેબ્રુઆરી 2019ના ગામના જ એક કિશોર પર અપહરણનો મામલો નોંધાવ્યો હતો. આ બાજૂ ગામમાંથી ભાગીને બંને દિલ્હી ચાલ્યા ગયા હતા. બંનેને અહીં એક 6 માસનું બાળક પણ થયું. કિશોરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. ત્યાર બાદ બંને ગામ પાછા આવી ગયા. ગામમાં પાછા આવ્યા હોવાની જાણ થતાં પોલીસ અને કિશોરને પકડી કોર્ટમાં લઈ ગઈ. જ્યાં તેને સેફ્ટી હોમ શેખપુરામાં મોકલી દેવામાં આવ્યો.
ટ્રાયલના 3 દિવસમાં જ ચુકાદો આવ્યો
કિશોર હજૂ સેફ્ટી હોમમાં જ રહે છે. પોસ્કો કોર્ટમાંથી આ મામલો 19 માર્ચ 2021ના રોજ કિશોર ન્યાય પરિષદમાં પહોંચ્યો. જ્યાં ત્રણ જિંદગીને જોતા કોર્ટના જજ માનવેન્દ્ર મિશ્રએ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જો કે, કિશોરીને ભગાડી જવાના કેસમાં કિશોરને સજા થઈ શકતી હતી, પણ એવુ બન્યુ નહીં.
કિશોર ન્યાય પરિષદના સભ્ય વકીલ ધર્મેન્દ્ર કુમારે જણાવ્યુ હતું કે, કિશોર અને કિશોરી બંને સગીરવયના છે. તેમને એક સંતાન પણ છે. કોર્ટમાં મામલો આવતા બંનેના પરિવાર એક બીજાને અપનાવવા માટે પણ તૈયાર થઈ ગયા. તેમણે કહ્યુ હતું કે, સ્પિડી કોર્ટનો આ સૌથી ઝડપી નિર્ણય આવ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોર્ટમાં 3 દિવસમાં નિર્ણય સંભળાવ્યો હોય તેવું આ પ્રથમ ઉદાહરણ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31