GSTV
Gujarat Government Advertisement

ઠપ્પ/ એન્ડ્રોઇડ ફોનમાં Gmail સહિત આ Apps થઇ ક્રેશ, Googleએ આપ્યો આ જવાબ

gmail

Last Updated on March 23, 2021 by

23 માર્ચથી ભારત સહિતના દુનિયાભરના લાખો એન્ડ્રોઇડ યુઝર્સ તેમની એન્ડ્રોઇડ ડિવાઇસમાં ક્રેશિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે અને Googleએ આ અંગે જણાવ્યું કે તે આ સમસ્યાને દૂર કરવા પર કામ કરી રહ્યું છે. સર્ચ એન્જિન Googleની લોકપ્રિય ઇમેલ સર્વિસ Gmail એપ્લિકેશન સહિત અન્ય સેવાઓ મંગળવારે બાધિત રહ્યાની ખબર મળી રહી છે. હાલ તેના Gmail યુઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી રહ્યાં છે. કેટલાંક યુઝર્સ ના સ્માર્ટફોનમાં Gmail એપ ઉપરાંત Google Pixel અને Amazon જેવી અન્ય Apps પણ ક્રેશ થઇ રહી છે.

gmail

સેંકડો Gmail યુઝર્સને આઉટેજનો અનુભવ

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ એન્ડ્રોઇડ ડિવાઇસ પર સેંકડો Gmail યુઝર્સ આઉટેજનો અનુભવ કરી રહ્યાં છે. હકીકતમાં યુઝર્સ Gmail એપ એક્સેસ નથી કરી શકતાં. સોશિયલ મીડિયા પર યુઝર્સ ફરિયાદ કરી રહ્યાં છે કે Gmail એપ ખોલતા તરત જ ક્રેશ થઇને બંધ થઇ જાય છે. ફોન રિસ્ટાર્ટ કરવા પર પણ આ સમસ્યા દૂર નથી થઇ રહી. હાલ આ સમસ્યા Google દ્વારા ફિક્સ કરવામાં નથી આવી. જો કે Googleએ યુઝર્સને આ સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી ડેસ્કટૉપ વર્ઝન યુઝ કરવાની સલાહ આપી છે.  

Corona

Googleએ કહ્યું કે, Gmailના કેટલાંક યુઝર્સ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યાં છીએ તે વિશે અમે જાણીએ છીએ. અનેક યુઝર્સ Gmail એક્સેસ નથી કરી શકતા. જ્યારે અમે આ સમસ્યાનો ઉકેલ લાવી દઇશું ત્યારે અમે આ અંગે વિગતવાર અપડેટ આપીશું. કંપનીએ સલાહ પણ આપી છે કે, યુઝર્સ Gmail એન્ડ્રોઇડ એપના બદલે હાલ Gmail Webનો યુઝ કરે.

આ ઉપરાંત Samsungએ પણ આ સમસ્યા ધ્યાનમાં લીધી છે અને તેનુ સોલ્યુશન આપ્યુ છે.Samsungએ ટ્વીટ કર્યુ કે, Webview અપડેટને રિમૂવ કરો અને તે પછી તમારા ફોનને રિસ્ટાર્ટ કરો.આ ઇશ્યુ સિસ્ટમના એક ભાગ એન્ડ્રોયડ સિસ્ટમ વેબવ્યૂને લગતી છે જે એન્ડ્રોઇડ એપ્સને વેબ કંટેટ પર ડિસ્પ્લે કરે છે.

Samsungની સલાહ મુજબ આ સ્ટેપ્સને કરો ફોલો

Go settings > apps >જમણી બાજુ ખૂણામાં ત્રણ ડોટ પર ટેપ કરો > તમાં system apps દેખાશે > Android System WebView સર્ચ કરો > Uninstall updates સિલેક્ટ કરો”

જણાવી દઇએ કે હાલ તે સ્પષ્ટ નથી કે Gmail એપ કયા કારણે ક્રેશ થઇ રહી છે, પરંતુ Gmail યુઝર્સ દ્વારા ટ્વિટર પર કરવામાં આવી રહેલી ફરિયાદોને જોઇને લાગી રહ્યું છે કે આ સમસ્યા મોટી છે. Gmail ઉપરાંત Yahoo, Google  અને Amazon એપને યુઝ કરવામાં પણ સમસ્યા આવી રહી છે. જો કે આશા છે કે ગૂગલ દ્વારા આ સમસ્યાને જલ્દી જ દૂર કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33