GSTV
Gujarat Government Advertisement

CA ફાઈનલ રિઝલ્ટ / અમદાવાદનાં 5 વિદ્યાર્થીઓનો વાગ્યો ડંકો, ટોચ 50માં પહોંચી ગુજરાતનું વધાર્યું ગૌરવ

Last Updated on March 23, 2021 by

કોરોનાને લીધે આઈસીએઆઈ દ્વારા આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી એમ બે વાર CA ફાઈનલ અને CA ફાઉન્ડેશન સહિતની પરીક્ષાઓ લેવાઈ હતી.વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટનો વિકલ્પ અપાયો હતો અને જેમાં જાન્યુઆરીમાં જે વિદ્યાર્થીઓએ CA ફાઈનલ અને CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી તેનું આજે પરિણામ જાહેર કરાયુ છે. જેમાં CA ફાઈનલનું પરિણામ ખૂબ જ  નબળુ રહ્યુ છે. જો કે અમદાવાદના પાંચ વિદ્યાર્થી ટોપ ૫૦ રેન્કમા આવ્યા છે.

CA ફાઈનલ અને CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી

CA ફાઈનલનું પરિણામ ખૂબ જ  નબળુ રહ્યુ છે

આઈસીએઆઈ દ્વારા જાન્યુઆરીમા લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં જુના કોર્સમાં ગુ્રપ-૧માં ૮૬૮૬ વિદ્યાર્થીમાંથી ૪૧૬ પાસ થતા ગુ્રપ-૧નું ૪.૭૯ ટકા, ગુ્રપ-૨માં ૧૩૨૧૫ વિદ્યાર્થીમાંથી ૧૬૧૪ વિદ્યાર્થી પાસ થતા ૧૨.૨૧ ટકા અને બંને ગુ્રપમાં ૩૧૧૬ વિદ્યાર્થીમાંથી માત્ર ૪૪ જ પાસ થતા ૧.૪૧ ટકા જ પરિણામ રહ્યુ છે. નવા કોર્સની પરીક્ષામાં ગુ્રપ-૧માં ૧૮૨૯૭માંથી ૧૧૯૮ પાસ થતા ૬.૫૫ ટકા અને ગુ્રપ-૨માં ૧૮૮૯૬ વિદ્યાર્થીમાંથી ૩૪૦૯ વિદ્યાર્થી પાસ થતા ૧૮.૦૪ ટકા રિઝલ્ટ રહ્યુ છે. બોથ ગુ્રપમાં ૯૮૬૮ વિદ્યાર્થીમાંથી ૫૯૨ પાસ થતા નવા કોર્સનું સીએ ફાઈનલનું પણ માત્ર ૬ ટકા જેટલુ પરિણામ રહ્યુ છે. સમગ્ર દેશમાંથી ઓલ્ડ કોર્સમાં ૨૯૯૬૭ અને ન્યુ કોર્સમાં ૩૨૨૭૧ વિદ્યાર્થીએ વિવિધ ગુ્રપમાં સીએ ફાઈનલ પરીક્ષા આપી હતી.

ઓલ્ડ કોર્સમાં ૨૯૯૬૭ અને ન્યુ કોર્સમાં ૩૨૨૭૧ વિદ્યાર્થીએ વિવિધ ગુ્રપમાં સીએ ફાઈનલ પરીક્ષા આપી

અમદાવાદ સેન્ટરમાં ગુ્રપ-૧માં નવા કોર્સમા ૧૨૭ વિદ્યાર્થીમાંથી ૭ વિદ્યાર્થી અને  ગુ્રપ-૨માં ૧૭૭માંથી ૨૭ વિદ્યાર્થી પાસ થયા છે જ્યારે બંને ગુ્રપમાં ૨૫૭ વિદ્યાર્થીમાંથી ૫૪ વિદ્યાર્થી પાસ થતા સીએ ફાઈનલનું અમદાવાદ સેન્ટરનું નવા કોર્સનું પરિણામ ૨૧ ટકા જેટલુ રહ્યુ છે. અમદાવાદમાંથી પાંચ વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ ૫૦ રેન્કમાં આવ્યા છે. જેમાં  ૧૩મા રેન્કમાં જૈનિક શાહ, ૩૩ રેન્કમાં વંશિકા જૈન , કિશન ચંદારાણા ૪૧મા રેન્કમાં , ૧૯મા રેન્કમાં રાથા થાનકી અને વૈભવ ચોપરા ૪૫મો રેન્ક મેળવવામા સફળ રહ્યા છે.

અમદાવાદમાંથી પાંચ વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ ૫૦ રેન્કમાં આવ્યા

પરીક્ષા

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા કોરોનાને લીધે  મે-જુન સેશનની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરના સેશન સાથે ભેગી જ લેવામા આવી હતી અને દિવાળી બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં પણ કોરોનાના કેસ વધતા આઈસીએઆઈ દ્વારા વિદ્યાર્થીઓને  ફરી વાર પરીક્ષાનો વિકલ્પ અપાયો હતો.જેથી જાન્યુઆરીમાં અગાઉ ન આપી શકનારા અને ઓપ્ટ આઉટનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થી માટે ફરી પરીક્ષા લેવાઈ હતી.ડિસેમ્બરની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ જાન્યુઆરીની પરીક્ષાનુ પરિણામ આજે જાહેર થયુ છે અને આ ફાઈનલ પરીક્ષા બાદ વધુ ૨૬૮૨ વિદ્યાર્થી દેશમાં સીએ ક્વોલિફાઈ થયા છે. ઓલ્ડ કોર્સ સાથે ૧૪૧૨ અને નવા કોર્સ સાથે ૧૨૭૦ વિદ્યાર્થીઓ સીએ ડિગ્રી મેળવવા લાયક થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33