Last Updated on March 23, 2021 by
ઓલ ઇંન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોરોના વાયરસની રસી લગાવી દીધી છે, ઔવેસીએ સોમવારે હૈદરાબાદનાં કંચનબાગમાં કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લગાવ્યો, રસી લીધા અંગેની માહિતી ખુદ ઔવૈસીએ આપી દીધી છે, તેમણે ટ્વીટમાં કહ્યું કે રસી તમને કોરોનાની સુરક્ષામાં મદદ કરે છે, અને બીજા માટે ખતરો પણ ઓછો થાય છે.
ઓવૈસી કર્યુ ટ્વીટ
Alhamdulilah took the first dose of #vaccine today. Vaccination not only helps protect oneself from #COVIDー19 but also reduces risk for all. I urge everyone eligible to schedule an appointment at the earliest & get themselves vaccinated. May Allah protect us from the pandemic pic.twitter.com/9CjHMVn2Ji
— Asaduddin Owaisi (@asadowaisi) March 22, 2021
તેમણે ટ્વીટ કરીને આગળ લખ્યું છે જે લોકો રસીકરણ માટે યોગ્ય છે, તેઓ તાત્કાલિક એપોઇન્ટમેન્ટ લઇને રસી લગાવી લે, અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો ત્યારે ઓવૈસીએ કોવીશિલ્ડ વેક્સિન પર સવાલ ઉઠાવ્યા હતાં, તેમણે તે માટે જર્મન સરકારનાં એક નિવેદનને ટાંકીને કહ્યું હતું કે આ વેક્સિન 64 વર્ષ કે તેનાથી અધિક વયનાં લોકો માટે બહુ ફાયદાકારક નથી. જો કે તેમણે કઇ રસી લીધી કોવૈક્સીન કે કોવિશીલ્ડ તે અંગે માહિતી આપી નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31