Last Updated on March 23, 2021 by
યુ.એસના કોલોરાડો પ્રાંતના બોલ્ડરમાં સુપરમાકાર્ટમાં થયેલા ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ અધિકારીઓ એક સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. જો કે, મૃત્યુઆંક વધુ વધી શકે છે. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદને કબજામાં લેવામાં આવ્યો છે. જોકે આરોપીઓએ ફાયરિંગ શા માટે કર્યું તે અંગે પોલીસ હજી સુધી ખાતરી મેળવી શકી નથી. પોલીસે જણાવ્યું કે તે હજી પણ આ કેસની તપાસમાં સામેલ છે. હાલમાં મોતનો આંકડો વધીને 10 પર પહોંચ્યો છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ જણાવી રહી છે.
અમેરીકાના કોલોરાડોમાં થયો હુમલો
પોલીસે જણાવ્યું કે તે હજી પણ આ કેસની તપાસમાં સામેલ
United States: An ‘active shooter’ has been reported at a grocery store in Boulder, Colorado, say police pic.twitter.com/s7XISE4vPp
— ANI (@ANI) March 22, 2021
આ અગાઉ બોલ્ડર પોલીસ વિભાગે સમગ્ર ઘટના મામલે એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે શહેરમાં શૂટ-આઉટની ઘટના બની છે. જેમાં ઓછામાં ઓછા એક પોલીસ અધિકારી સહિત છ લોકોનાં મોત નીપજ્યાં છે. અને નાગરીકોને સાવચેતી રાખવા પણ જણાવવામાં આવ્યું છે.
એક પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં
ત્યારે બીજી તરફ આ ભયંકર શૂટ આઉટને નજરે જોનારા વ્યક્તિએ જણાવ્યું હતું કે સુપર માર્કેટના ફ્લોર પર ઘાયલ અને ઈજાગ્રસ્ત અવસ્થામાં ઘણા લોકોને જોયા હતા, ઉલ્લેખનીય છે કે આ ઘાતકી હત્યાકાંડમાં કેટલા લોકોના મોત નિપજ્યા તેનો આંકડો આ વ્યક્તિ જણાવી શક્યો નહોતો.
ફાયરિંગ બાદ સુપરમાર્કેટની બહાર મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તૈનાત છે. ફાયરિંગ દરમિયાન ત્રણ પોલીસ હેલિકોપ્ટર સુપરમાર્કેટની છત પર લેન્ડ કર્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31