Last Updated on March 23, 2021 by
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. વધતા જતાં કોરોનાના કેસોને પગલે ગુજરાતમાં આંશિક લોકડાઉનની સિૃથતી સર્જાઇ છે ત્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. આ સત્ર દરમિયાન હવે ધારાસભ્યો ઉપરાંત મંત્રીઓનો સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા કોરોનાની ચપેટમાં આવ્યાં છે જ્યારે મુખ્યમંત્રીના અંગત સચિવ ઉપરાંત બે મંત્રીના પર્સનલ આસિસટન્ટને પણ કોરોના થયો છે.
ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા કોરોનાની ચપેટમાં આવ્યાં
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઘોડિયાને કોરોના થયો છે.મોહન ઘોડિયાએ ગત સપ્તાહે જ કોરોનાની રસી લીધી હતી ત્યાર પછી તેઓ વિધાનસભામાં આવ્યા જ ન હતાં. રસી લીધા બાદ પણ ભાજપના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા હતાં. ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલને પણ કોરોનાના લક્ષણો જણાયાં છે જેના કારણે તેઓ હોમ કવોરન્ટાઇન થયાં છે. ઉલ્લેખનીય છેકે, બે દિવસ પહેલાં જ પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાની ચપેટમાં આવ્યા હતાં ત્યારે હવે વધુ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ નિરજ પાઠક પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત કૃષિ મંત્રી આર.સી.ફળદુના પીએસ મહેશ લાડને કોરોના થયો હતો. સાથે સાથે શ્રમ રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના પીએસ ધર્મજીત યાજ્ઞિાક પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં.
મળતી જાણકારી મુજબ, મંત્રી પરષોતમ સોલંકીનો સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો હતો.મંત્રી ઇશ્વર પરમારના કાર્યાલયમાં એક કલાર્કને પણ કોરોના થયો છે. આમ,વિધાનસભામાં કોરોનાએ એન્ટ્રી કરી દીધી છે જેના કારણે ધારાસભ્ય અને અિધકારીઓમાં ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કોરોનાના વધતાં જતાં કેસોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બધાય ધારાસભ્યોને કોરોનાની રસી લેવા સલાહ આપી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31