Last Updated on March 23, 2021 by
નાણાં વર્ષ 2031-32માં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે તેવી બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે ધારણાં મૂકી છે. આ અગાઉ બેન્ક ઓફ અમેરિકા (બીઓએફએ) સિક્યુરિટીઝ દ્વારા ભારત આ સિદ્ધિ 2028માં હાંસલ કરશે તેવી 2017માં ધારણાં મૂકવામાં આવી હતી. જો કે કોરોનાને કારણે આ સિદ્ધિ ભારતને હવે ત્રણ વર્ષ મોડી મળશે એમ બેન્ક દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. 2031-32માં ભારતનું અર્થતંત્ર જાપાનની બરોબરીમાં આવી જશે. બેન્કના પ્રોજેકશનમાં ભારતના આર્થિક વિકાસ દરની ધારણાં 6 ટકા મૂકવામાં આવી છે જ્યારે ફુગાવાનો આંક પાંચ ટકા અને ઘસારો બે ટકા મુકાયો છે.
ફુગાવાનો આંક પાંચ ટકા અને ઘસારો બે ટકા મુકાયો
હાલમાં જીડીપીની દ્રષ્ટિએ ભારત 6ઠ્ઠો મોટો દેશ છે. ભારતના ત્રણ મુખ્ય ચાલકબળો -લોકવસતિ, નાણાંકીય પરિપકવતામાં વધારો તથા બજારોના થઈ રહેલા વિસ્તરણ-ને આધારે આ ધારણાં આવી પડી છે. આ ઉપરાંત ભારતના ફોરેકસ રિઝર્વનું સ્તર તથા નીચા ધિરાણ દરો તેની જમા બાજુ છે, જે આગામી કેટલાક વર્ષોમાં તેને વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવામાં મદદ કરશે. જો કે પોતાની ધારણાં સામે કેટલાક જોખમો રહેલા હોવાનું પણ બેન્કે રિપોર્ટમાં નોંધ્યું છે. ખાસ કરીને ક્રૂડ તેલના વધી રહેલા ભાવો ચિંતાનો વિષય બની શકે છે.
ક્રૂડ તેલના વધી રહેલા ભાવો ચિંતાનો વિષય બની શકે
આ ઉપરાંત કોરોનાના કેસોમાં થઈ રહેલો વધારો આર્થિક રિકવરીને ટૂંકાથી મધ્યમ ગાળે ફટકો મારી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન નાણાં વર્ષનો દેશનો આર્થિક વિકાસ દર નકારાત્મક રહેવા નિશ્ચિત છે. પરંતુ આગામી નાણાં વર્ષમાં વિકાસ દર દસ ટકાથી ઉપર રહેવાની વિવિધ રેટિંગ એજન્સીઓ ધારણાં મૂકી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31