GSTV
Gujarat Government Advertisement

જામનગર મહાપાલિકાનું 612 કરોડનું પૂરાંત વાળું બજેટ, નથી નખાયો કોઈ કરબોજ

Last Updated on March 22, 2021 by

કોરોના કાળમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22 માટે કોઇ પણ નવા કરબોજ વગરનું 612.49 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા દ્વારા બજેટને બહાલી આપવામાં આવી. કોરોના અને ચૂંટણીને કારણે વિલંબથી રજૂ થયેલાં બજેટમાં કોઇપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી.

વર્ષના અંતે 203 કરોડની પૂરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં નવા વેરા કે નવા કામોના સમાવેશનો કોઇ અવકાશ ન હોવાથી બજેટને તાત્કાલિક સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી.

આગામી 30 માર્ચે યોજાનારી મનપાની સામાન્ય સભામાં બજેટ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ બહાલી આપવામાં આવશે. બજેટમાં ગત વર્ષ કોરોનાને કારણે અટકી પડેલાં કે વિલંબથી ચાલી રહેલાં વિકાસ કામોની વેગ આપી પૂર્ણ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33