Last Updated on March 22, 2021 by
આજ રોજ 22 માર્ચે પણ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 24,645 નવા કોરોનાના કેસ સામે આવ્યાં છે. આ સિવાય છેલ્લાં 24 કલાકમાં 58 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. મહારાષ્ટ્રમાં સોમવારના રોજ 19,463 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં છે એટલે કે પોતે સ્વસ્થ થઇને પોતાના ઘરે ચાલ્યા ગયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 22,34,330 એ પહોંચી છે. મહારાષ્ટ્રમાં વર્તમાન રિકવરી રેટ – 89.22 % છે. જ્યારે કેસ ફેટેલિટી રેટ 2.13% છે. કેસ ફેટેલિટી રેટ એટલે કે 100 દર્દીઓમાંથી કેટલાં લોકોનું કોરોનાને કારણે મોત થઇ ગયું.
તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 1,84,62,030 સેમ્પલ લેવામાં આવ્યાં છે, જેમાંથી અત્યાર સુધી કુલ 25,04,327 લોકો કોરોના સંક્રમિત મેળવવામાં આવ્યાં. મહારાષ્ટ્રમાં વર્તમાનમાં 10,63,077 લોકો હોમ ક્વોરન્ટાઇન છે. જ્યારે 11,092 લોકો સરકારી સંસ્થાઓમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ અંદાજે 2,15,541 એક્ટિવ કોરોનાના દર્દી છે.
મુંબઇમાં પણ BMC એ સખ્તાઇ દેખાડવાનું શરૂ કરી દીધું છે. BMC એ માસ્ક ન લગાવનારાઓ પાસેથી અત્યાર સુધીમાં 44 કરોડ રૂપિયાની વસૂલી કરી લીધી છે. BMC ના અધિકારીઓએ જણાવ્યું કે, ‘માત્ર 20 માર્ચના દિવસે જ માસ્ક ન લગાવવા પર વીસ લાખની વસૂલી કરવામાં આવી છે. કોરોનાને જોતા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડથી લઇને એરપોર્ટથી આવનારા-જનારા યાત્રીઓ પર આકરી નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના અડધાથી પણ વધારે કોરોનાના કેસો આવી રહ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31