Last Updated on March 22, 2021 by
દિલ્હીમાં દારૂની તસ્કરી રોકવા માટે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે એક્સાઇઝ પોલિસીમાં અનેક મોટા ફેરફારો કર્યા છે. ત્યાર બાદ હવે દિલ્હીમાં દારૂની દુકાનો સરકાર નહીં ચલાવે. એટલે કે, હવે અહીં સરકારી કરારો નહીં હોય. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સોમવારના રોજ એક્સાઇઝ પોલિસીમાં કરેલા ફેરફારોની જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, ‘દારૂની દુકાન ચલાવવી એ સરકારની જવાબદારી નથી.’
દિલ્હીમાં જેટલી દારૂની દુકાનો છે, તેટલી જ રહેશે
મનીષ સિસોદિયાએ એમ પણ જણાવ્યું કે, ‘હવે દારૂની નવી દુકાનો નહીં ખોલી શકાય. એનો અર્થ એ થયો કે, આજની તારીખમાં દિલ્હીમાં જેટલી દારૂની દુકાનો છે, તેટલી જ રહેશે.’
The legal age to drink in Delhi will now be 21. There will be no government liquor stores in Delhi. No new liquor shops will be opened in the national capital: Delhi Deputy CM Manish Sisodia pic.twitter.com/F5TZun0t4V
— ANI (@ANI) March 22, 2021
21 વર્ષ હશે કાયદેસરની ઉંમર
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ હવે દિલ્હીમાં પણ દારૂ ખરીદવાની કાયદેસરની ઉંમર 21 વર્ષ હશે. એટલે કે, 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો દારૂ નહીં ખરીદી શકે અને દારૂ નહીં પી પણ શકે. જો કોઇની પર પણ શંકા થશે તો તેની આઇડી કાર્ડ ચેક કરવામાં આવશે. અત્યાર સુધી દારૂ ખરીદવાની કાયદેસરની ઉંમર 25 વર્ષની હતી. દેશના મોટા ભાગના રાજ્યોમાં દારૂ ખરીદવાની કાયદેસરની ઉંમર 21 વર્ષ જ છે, જો કે, દિલ્હી સહિત પંજાબ અને હરિયાણામાં કાયદેસરની ઉંમર 25 વર્ષ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31