GSTV
Gujarat Government Advertisement

પીએમ મોદીએ કરાવ્યો જળ શક્તિ અભિયાનનો પ્રારંભ, યુપી-એમપી વચ્ચે થયા મહત્વના હસ્તાક્ષર

Last Updated on March 22, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસે ‘જળ શક્તિ અભિયાન’નો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ કેન બેતવા લિંક યોજના મુદ્દે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે હસ્તાક્ષર કરાયા હતા. આ સમયે વડાપ્રધાન મોદીએ જળસંકટ સંબંધિત ઉપાયો અપનાવનાર કર્ણાટકના બીદર, રાજસ્થાનના બૂંદી તથા ઉત્તરાખંડના ટિહરી પંચાયતોની ચર્ચા કરી હતી. 

જળ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે ભારતમાં પાણીની સમસ્યાના સમાધાન માટે ‘કેચ ધ રેન’ની શરૂઆત સાથે જ કેન બેતવા લિંક નહેર માટે મોટો નિર્ણય લેવામા આવ્યો. અટલજીએ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લાખો પરિવારોના હિતમાં જે સ્વપ્ન જોયું હતું તેને સાકાર કરવા આ સમજૂતી મહત્ત્વપૂર્ણ છે.

ભૂમિગત જળ પરની નિર્ભરતા ઘટાડવા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, આ માટે કેચ ધ રેન જેવા અભિયાન ચલાવવા અને તેમને સફળ બનાવવું જરૂરી છે. ભારતનું વિકાસનું વિજન અને આપણી આત્મનિર્ભરતા પર વિઝન પાણીના સ્ત્રોતો પર પણ નિર્ભર રહેલું છે.’ આ સમયે જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન-બેતવા લિંક સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33