Last Updated on March 23, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. સુરતમાં આજથી ફરી ટેક્સટાઇલ્સ માર્કેટ શરૂ થઇ છે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે બે દિવસ સુધી ટેક્સટાઇલ્સ માર્કેટ બંધ રહ્યું હતુ. જે બાદ આજે ફરી ટેક્સટાઇલ્સ માર્કેટ શરૂ થતાં રાજ્ય સરકારે નિમણુંક કરેલા ખાસ અધિકારી એમ થેન્નરાશને માર્કેટ પહોંચી સ્થિતિની સમીક્ષા ક હતી. બીજી તરફ તેમની સાથે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાની તેમજ મેયર હેમાલી બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યા.
મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાની તેમજ મેયર હેમાલી બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યા
- આજ થી ટેક્સટાઇલ માર્કેટ ફરી શરૂ….
- ટેક્સટાઇલ માર્કટ માં કોરોના ના કેસ માં વધારો …
- માર્કેટ વિસ્તાર માં સમીક્ષા કરવા રાજ્ય સરકાર દ્વારા નિમણુંક કરાયેલા એમ થેંન્નરાશન ની મુલાકાત ……
- પાલિકા કમિશનર બછાનિધિ પાણી, મેયર હેમાલી બોઘાવાળા રહેશે હાજર…..
સુરત રાજ્યનો એવો સૌપ્રથમ જિલ્લો છે જ્યાં એક દિવસમાં 500થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ કોરોના સતત નવી સપાટી વટાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 443-ગ્રામ્યમાં 8 સાથે 451 કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસનો આંક હવે સુરતમાં 2,488 અને અમદાવાદમાં 1,466 છે. વડોદરા શહેરમાં 112-ગ્રામ્યમાં 20 સાથે 132, રાજકોટ શહેરમાં 109-ગ્રામ્યમાં 21 સાથે 130 નવા કેસ નોંધાયા છે. આમ, રાજ્યના ચાર જિલ્લામાંથી જ 1,223 કેસ સામે આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31