Last Updated on March 22, 2021 by
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરાઇ રહ્યું છે. સોમવારે ફરી એકવાર એનસીપી પ્રમુખ શરદ પવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. શરદ પવારે સ્પષ્ટતા કરી કે ગૃહ મંત્રી અનિલ દેશમુખને રાજીનામું આપવાની કોઇ જરૂર નથી. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે એક એવો દાવો કર્યો જેના પર ત્યાં હાજર મીડિયા અને ભારતીય જનતા પાર્ટીએ તરત જ સવાલ ઉઠાવ્યા.
હકીકતમાં, શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અનિલ દેશમુખના રાજીનામાનો સવાલ જ નથી. તેમના પર જે આરોપ લાગવ્યા છે તેમાં કોઇ દમ નથી. આ સાથે જ શરદ પવારે કહ્યું કે જે તારીખ વચ્ચે આ આરોપ લગાવવામાં આવ્યા છે, તે સમયે 5થી 15 ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્રના ગૃહ મંત્રી હોસ્પિટલમાં દાખલ હતા, તે બાદ તેઓ લાંબા સમય સુધી ક્વોરન્ટાઇનમાં રહ્યા.
બીજેપીએ શરદ પવારને ઘેર્યા
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે શરદ પવારે અનિલ દેશમુખના પ્રેસ કોન્ફરન્સમાં હોવાનો દાવો કર્યો, ત્યારે તરત જ બીજેપીના અમિત માલવીયએ ટ્વીટર પર અનિલ દેશમુખના જૂના ટ્વીટને રિટ્વીટ કરી દીધું. ટ્વીટ અનુસાર, અનિલ દેશમુખ 15 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરી રહ્યાં હતા.
Sharad Pawar claims Anil Deshmukh was in hospital from 5-15 Feb and in quarantine from 16-27 Feb.
— Amit Malviya (@amitmalviya) March 22, 2021
But Anil Deshmukh was holding a press conference on 15 Feb…
How lies fall flat! https://t.co/ceZGxFaIYz
બીજેપીએ ટ્વીટ કર્યો અનિલ દેશમુખનો વીડિયો
બીજેપીના આ દાવા પર શરદ પવારને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવ્યા, જે બાદ તેમણે પોતાના દાવા પર સ્પષ્ટતા કરી. શરદ પવારે કહ્યું કે 5થી 15 ફેબ્રુઆરી સુધી અનિલ દેશમુખ હોસ્પિટલમાં હતા, તેવા ડોક્યુમેન્ટ મારી પાસે છે.
શરદ પવારે સ્પષ્ટતા કરી કે અનિલ દેશમુખ વિરુદ્ધ જે પર આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં કોઇ દમ નથી. તેવામાં રાજીનામાનો કોઇ સવાલ નથી. જ્યાં સુધી સમગ્ર મામલે તપાસની વાત છે, તો તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મરજી છે તે આ મામલે તપાસ કરી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31