Last Updated on March 22, 2021 by
બીએસએફએ જમ્મુ કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ઘુસણખોરી કરી રહેલા એક 40 વર્ષીય પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. રાજા હામીદ નામના આ ઘુસણખોરને હાલ સૈન્યએ કસ્ટડીમાં લઇ લીધો છે. સાથે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જ્યારે રાજસૃથાનના અનુપગઢમાં બીએસએફએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. તે ફેંસિંગ પાર કરી રહ્યો હતો ત્યારે જ તેને ઠાર મારવામાં આવ્યો હતો.
પાકિસ્તાને ભારતના બે રાજ્યોની સરહદોએથી ઘુસણખોર મોકલ્યા
પ્રાપ્ત જાણકારી અનુસાર કાશ્મીરમાં એક ઘુસણખોર ઝડપાયો હતો જ્યારે રાજસ્થાનની પાકિસ્તાન સરહદે એકને ઠાર મારવામાં આવ્યો હતો. માર્યા ગયેલા આ ઘુસણખોરની તપાસ ચાલી રહી છે અને હાલ તેના મૃતદેહને બિકાનેર પોલીસ સ્ટેશને સોપવામાં આવ્યો છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા જવાનોએ બુલેટ પ્રૂફ જેકેટ વગેરેને વધુ સક્ષમ બનાવવાની તૈયારી કરી લીધી છે કેમ કે અહીં આતંકીઓ પાસે સ્ટીલ બૂલેટ મળી આવી છે. સ્ટીલ બૂલેટ એટલી ઘાતક માનવામાં આવે છે કે જેનાથી રક્ષણ મેળવવા માટે હાલ જે બુલેટ પ્રૂફ જેકેટ છે તેને ઉપરાંત વાહનોની સુરક્ષાને વધુ મજબુત બનાવવી પડી છે.
જૈશના આતંકી પાસેથી 36 સ્ટિલ બૂલેટ રાઉડ્સ મળી સૈન્ય એલર્ટ, જવાનોના સુરક્ષા કવચમાં વધારો કરાયો
ખાસ કરીને બંકરો અને સૈન્યના વાહનોને વધુ સુરક્ષીત બનાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનના એક આતંકી સજ્જાદ અફઘાનીને ઠાર મારવામાં આવ્યો હતો. તેની પાસેથી 36 રાઉન્ડ્સ આર્મ્ડ સ્ટીલ કોર બુલેટ્સ મળી આવી હતી. જેને પગલે સુરક્ષા જવાનો વધુ સતર્ક થઇ ગયા હતા.
સૈન્ય અિધકારીઓએ જણાવ્યું હતું કે હાલ જે સાદા બૂલેટથી બચાવવા માટે વાહનોને જે સુરક્ષા કવચ લગાવવામાં આવ્યું હતું, તેના પર હવે સ્ટીલ બૂલેટથી બચવા માટે વધારાનું સુરક્ષા કવચ લગાવવામા આવ્યું છે. અગાઉ સ્ટીકી બોમ્બ પણ મળી આવ્યા હતા. આતંકીઓ દિવસે ને દિવસે પોતાની ક્ષમતા વધારે આધુનિક અને સક્ષમ બનાવતા જાય છે તેની સામે સૈન્ય પણ સજ્જ થઇ ગયું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31