GSTV
Gujarat Government Advertisement

સુરતીલાલાઓ કાળમુખા કોરોનાના પંજામાં, 510 નવા કેસો નોંધાવાથી મચ્યો ફફડાટ! માત્ર અઠવા ઝોનમાં વાયરસ 115એ નોટઆઉટ

Last Updated on March 22, 2021 by

સુરત શહેરમાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોના વાયરસનો કહેર વધ્યો છે. શહેરના અઠવા ઝોનમાં રવિવારે કોરોના કેસની સંખ્યાએ સેન્ચ્યુરી પૂર્ણ કરી છે…રવિવારે અઠવામાં 115 પોઝિટિવ કેસ નોંધાયા છે..જ્યારે રાંદેર, લીંબાયતમાં 50થી વધુ પોઝિટિવ કેસ દાખલ થયા છે..સુરતમાં વધુ 28 વિદ્યાર્થી, ત્રણ તબીબ અને શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.

સુરતમાં વધુ 28 વિદ્યાર્થી, ત્રણ તબીબ અને શિક્ષક કોરોના સંક્રમિત

વકીલ,સિવિલ હોસ્પિટલની નર્સિંગની વિદ્યાર્થિની, લાલગેટ પોલીસ મથકનો હોમગાર્ડ જવાન  કોરોના સંક્રમિત થયા છે..આ સિવાય ટેકસ્ટાઈલ્સ વ્યવસાય સાથે સંકળાયેલાં 14 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા છે..તો હીરા વ્યવસાય સાથે સંકળાયેલા સાત વ્યક્તિ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે.

હીરા વ્યવસાય સાથે સંકળાયેલા સાત વ્યક્તિ પણ કોરોના પોઝીટીવ આવ્યા

બીજી તરફ શહેરના વેસુ,અડાજણ સહિત દસ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું. સેન્ટ્રલ ઝોનમાં સગરામપુરા,નવાપુરા,  રાંદેર ઝોનમાં અડાજણ ,પાલ, વરાછા ઝોનમાં મોટા વરાછા,સીમાડા, ઉધના ઝોનમાં ભેસ્તાન, કતારગામ ઝોનમાં કતારગામ અમે અમરોલીમાં ટેસ્ટિંગ વધારાયું.

જ્યારે લીંબાયત ઝોનમાં ડીંડોલી અનેં ગોડાદરા વિસ્તારમાં ધન્વંતરી રથની સંખ્યા વધારી ટેસ્ટિંગ વધારાયું…સુરતમાં ધન્વંતરી રથની સંખ્યા 112 થી વધુ કરવામાં આવી…જ્યારે એક્ટિવ સર્વેલન્સની 1500 વધુ ટીમો મુકાઈ છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33