Last Updated on March 22, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હોળી-ધુળેટીના તહેવારોને ય કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. રાજ્ય સરકારે ધુળેટીના તહેવારમાં એકબીજા પર રંગ છાંટવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી નહી અપાય. જોકે, મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવાની ધાર્મિક વિધી કરી શકાશે. તહેવારો દરમિયાન ભીડ એકત્ર ન થાય અને કોરોના વધુ વકરે નહી તે માટે રાજ્ય સરકારની કોર કમિટીએ આ નિર્ણય કર્યો છે.
તહેવારો દરમિયાન ભીડ એકત્ર ન થાય અને કોરોના વધુ વકરે નહી તે માટે રાજ્ય સરકારની કોર કમિટીએ આ નિર્ણય કર્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વખતે રાજકીય નેતા-કાર્યકરોએ બેદરકાર બનીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ હજારોની સંખ્યામાં એકત્ર દર્શકોએ મેચનો આનંદ માણ્યો હતો. દાંડી યાત્રા જેવા જાહેર કાર્યક્રમમાં હજારો લોકોની મેદની ઉમટી હતી. તે વખતે કોરોનાના નિયમોનું પાલન કરાયુ નહીં.
કોરોનાના નિયમોનું પાલન કરાયુ નહીં
હવે જ્યારે કોરોના વકર્યો છે ત્યારે રાજ્ય સરકારને કોરોનાની ગંભીરતા સમજાઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવી પ્રતિક્રિયા આપી હતીકે, પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધી કરી શકાશે. મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે.તે વખતે પણ ભીડ એકત્ર ન થાય તે માટે ધ્યાન રાખવામાં આવશે.
મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે
આ ઉપરાંત ધુળેટીના દિવસે એકબીજા પર રંગ છાંટી શકાશે નહીં. રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી અપાશે નહીં. આ મુદ્દે વિિધવત રીતે જાહેરનામુ પણ બહાર પાડવામાં આવશે. નિયમોનો ભંગ કરનારાં વિરૂધૃધ કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, રાજ્ય સરકારના પ્રતિબંધને પગલે શહેરોની કલબોમાં રંગોત્સવ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યાં છે.
સૃથાનિક સ્વરાજની ચૂંટણી અને ક્રિકેટ મેચને કારણે કોરોના વકર્યો છે તે મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાથ ખંખેર્યા હતાં તેમની દલીલ હતીકે, મહારાષ્ટ્રમાં કયાં ક્રિકેટ મેચ કે ચૂંટણી યોજાઇ છે તેમ છતાંય કોરોનાના કેસો વધ્યાં છે. દેશમાં ચૂંટણીઓ યોજાઇ હતી. એટલે આવુ અનુમાન કરવુ યોગ્ય નથી. આમ, ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવોરોને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે.
ગુજરાતમાં કોરોનાના ચાર-પાંચ સ્ટ્રેઇન જોવા મળ્યાં છે
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 36 લાખ લોકોને રસી અપાઇ છે અને રોજ બે-અઢી લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે. કોરોના વકરતાં અત્યારે રવિવારે પણ રાજ્યમાં 2500 રસી કેન્દ્રો ચાલુ રખાયા છે. રાજ્યમાં ચાર-પાંચ પ્રકારના કોરોનાના સ્ટ્રેઇન જોવા મળ્યાં છે જેના સેમ્પલ પૂણે મોકલાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાતનો સ્વિકાર કર્યો હતો.રાજ્ય સરકારે લોકોને અપીલ કરી છેકે, કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે સાવધાની રાખવી જરૂરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31