GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના પાડોશી રાજ્યમાં કોરોનાનાં તમામ રેકોર્ડ તુટ્યા, અધધધ..30 હજારથી વધુ કેસો આવ્યા, 99નાં કરૂણ મોત: શું આવશે લોકડાઉન?

Last Updated on March 22, 2021 by

દેશમાં કોરોના રોગચાળો ફરીથી ફેલાવા લાગ્યો છે, જો કે મહારાષ્ટ્રમાં પરિસ્થિતી ચિંતાજનક બની છે, કોરોનાનાં મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઇ લેટેસ્ટ આંકડા આ મુજબ છે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 30,535 અને મુંબઇમાં તે સંખ્યા 3,779 છે. અત્રે ઉલ્લેનિય છે કે રોગચાળાની શરૂઆતથી લઇને અત્યાર સુધી એક દિવસમાં નોંધાનારા કેસમાં આજે સૌથી વધુ છે, કોરોનાનાં વધતા કેસને જોતા રાજ્યમાં ઘણા સ્થાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જો  કે કેસની સંખ્યા દરરોજ વધી રહી છે.

રાજ્યમાં ઘણા સ્થાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જો  કે કેસની સંખ્યા દરરોજ વધી

રાજ્યમાં કોરોનાનાં આંકડા પર એક નજર કરીએ  તો તે 24,79,682 થઇ ચુક્યા છે, છેલ્લા 24 કલાકમાં 99 લોકોનાં મોત થયા છે, ત્યાં જ આ રોગચાળાનાં કારણે અત્યાર સુધીમાં 53,399એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે કુલ 11,314 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોના

મુંબઇની વાત કરીએ તો આજે 3,779 નવા કેસની પુષ્ટી થઇ છે, તે સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 3,62,675 થઇ ચુંકી છે, જ્યારે રોગચાળાનાં કારણે આજે 10 દર્દીઓનાં મોત જ્યારે અત્યાર સુધીમાં 11,586 લોકોનાં મોત થયા છે. 

કર્ણાટકમાં બીજી લહેર

આ વચ્ચે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે, કોરોના વાયરસની બીજી લહેરની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1715 કેસ સામે આવ્યાં છે અને બે લોકોના મોત નીપજ્યાં છે. અહીંયા કુલ 9,70,202 કેસ છે. અત્યારસુધીમાં 12,434 લોકોએ કોરોનાના કારણે મોત નીપજ્યાં છે. રાજ્યમાં 13,493 એક્ટિવ કેસ છે.

વેક્સિનેશનની કામગીરી

તો દેશમાં અત્યારસુધીમાં કુલ 4,46,03,841 લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવામાં આવી છે. રસીકરણ અભિયાનના 64માં દિવસે 25 લાખ લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવ્યાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33