GSTV
Gujarat Government Advertisement

આ દિગ્ગજ નેતાના મોત બાદ કોંગ્રેસ મેદાને પડ્યું, પરિવારને ન્યાય અપાવવા આદિવાસી સંગઠનનું બંધનું એલાન

Last Updated on March 21, 2021 by

આવતી કાલ તારીખ 22 માર્ચના રોજ દમણ અને દાદરા નગર હવેલી બંધનું એલાન અપાયું છે. આદિવાસી સંગઠન અને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું છે. જેમાં લોકોને જોડાવા અપીલ કરાઇ છે. હાલમાં દાદરા નગર હવેલી કલેક્ટર દ્વારા ધારા 144 લાગુ સાથે દમણમાં પણ ધારા 144 લાગુ કરાઇ છે. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના પરિવારને ન્યાય મળે તે માટે આદિવાસી સંગઠન દ્વારા દાદરા નગર હવેલી દ્વારા એક દિવસ સ્વયંભૂ બંધ રાખવાની અપીલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

અગાઉ ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના MLAની બેઠક યોજાઇ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડાંક દિવસો અગાઉ પણ ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નો લઈને વિધાનસભાના આદિવાસી સમાજના ધારાસભ્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર સભ્ય મોહનસિંહ રાઠવા સહિત અન્ય કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. જેમાં દાદરા નગર હવેલીના સાંસદ અને આદિવાસી સમાજના નેતા મોહન ડેલકરના મોત મામલે ન્યાયિક તપાસ કરીને જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માંગ કરાઇ હતી.

સાંસદ મોહન ડેલકરે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારની હોટલ સી ગ્રીનના રૂમમાં પંખા સાથે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. નોંધનીય છે કે, મોહન ડેલકર સતત 7 ટર્મથી દાદરાનગર હવેલીના સાંસદ હતાં. ગત લોકસભા ચૂંટણીમાં મોહન ડેલકર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતાં અને ચૂંટણી જીત્યા હતાં.

mohan delkar news

અપક્ષ ચૂંટણી લડી સૌ પ્રથમ વખત સાંસદ બન્યા હતાં

મોહન ડેલકરનો જન્મ વર્ષ 1962માં સેલવાસમાં થયો હતો. તેમણે કોંગ્રેસ પક્ષ સાથે જોડાઇને કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1986માં મોહન ડેલકર યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી બન્યાં હતાં.

જ્યાર બાદ વર્ષ 1989માં તેઓ અપક્ષ ચૂંટણી લડી સૌ પ્રથમ વખત સાંસદ બન્યા. જે બાદ વર્ષ 1991 અને 1996માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી સાંસદ બન્યા. તો વર્ષ 1998માં તેઓ ભાજપમાં જોડાયા અને ચૂંટણી જીતી ભાજપ તરફથી લોકસભામાં પહોંચ્યાં હતાં.

વર્ષ 1999 અને 2004માં તે ફરી અપક્ષ ચૂંટણી લડી સાંસદ બન્યા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રસમાં જોડાયા અને ચૂંટણી જીતી સાંસદ બન્યા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી તેઓએ અપક્ષ ઉમેદવારી કરી અને ચૂંટણી જીત્યા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33