GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક આંકડા : છેલ્લાં 24 કલાકમાં કેસ 1500ને પાર જતા મોતની સંખ્યામાં પણ વધારો

કેસ

Last Updated on March 21, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમ કે છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1580 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક પણ ક્રમશઃ વધવા લાગ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યાં છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, ગાંધીનગર અને વડોદરામાં 1-1 દર્દીના મોત એમ કુલ 7 મોત આજે થયા છે. તો આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4450 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. તેમજ છેલ્લાં 24 કલાકમાં 989 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજ દિન સુધીમાં કુલ 2 લાખ 75 હજાર 238 લોકો કોરોનામુક્ત બન્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ36,45,355 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.

રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 7 હજાર 321 એક્ટિવ કેસ છે. જ્યારે 71 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. છેલ્લાં 24 એકલા સુરતમાં 510 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 451 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 130 કેસ જ્યારે વડોદરામાં 132 કેસ નોંધાયા છે. આ સમગ્ર રાજ્યના મહાનગરોની સાથે-સાથે હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

જાણો રાજ્યમાં આજે કયા શહેરમાં કેટલાં કેસ નોંધાયા અને કેટલાં લોકો ડિસ્ચાર્જ થયાં?

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33