Last Updated on March 21, 2021 by
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ કોરોનાના કેસમાં વધારો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આવેલા ચાર મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યુના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તો અમદાવાદમાં AMTS, BRTS સેવા બંધ કરી દેવામાં આવી છે. તેમજ શાળામાં ચાલતી પરિક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. એવામાં ગુજરાતીઓને લોકડાઉનને લઇને મોટો ડર પેસી ગયો છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કાળમાં લોકડાઉન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધ્યા છે ત્યારે સૌ કોઇએ સાવચેતી રાખવી ખાસ જરૂરી છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સરકારે કડક પગલાં ભર્યાં છે. આ સાથે ગુજરાતમાં ફરીથી કોઇ પણ જાતનું લોકડાઉન લાગવાનું નથી તેની ખાતરી પણ આપી છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘લોકો કોઇ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ના રાખે. લોકડાઉન અથવા તો તેને લગતી અફવાથી ભરમાવું નહીં. કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. સરકારે કોરોના સામે લડવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે.’ માસ્કના દંડ મુદ્દે પણ તેમણે જણાવ્યું કે, ‘હાઈકોર્ટના આદેશ પ્રમાણે માસ્ક નથી પહેર્યા તેવાં વ્યક્તિઓ પાસેથી 1 હજાર રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી રહી છે.’ મુખ્યમંત્રીએ 3 દિવસમાં 3 વખત વિવિધ માધ્યમો દ્વારા લોકડાઉન લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરવી પડી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31