GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ કોરોના વચ્ચે વધુ એક સમસ્યા સર્જાતા અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો, સ્વાસ્થ્ય જોખમાઇ શકે

Last Updated on March 21, 2021 by

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની હવા અતિ પ્રદૂષિત બની છે. શહેરની એર ક્વોલિટી ઇન્ડેક્સ 306 થયો છે. અમદાવાના એરપોર્ટ, રાયખડ, ચાંદખેડા અને પીરાણા વિસ્તારની હવા વધુ પ્રદૂષિત થઇ છે. ચાંદખેડામાં 222, એરપોર્ટ પર 279, રાયખડમાં 302 અને પીરાણામાં 271 ઇન્ડેકસ જોવા મળ્યો હતો. તો પીએમ 2.5ના પ્રમાણની વાત કરીએ તો ચાંદખેડામાં 303, એરપોર્ટ વિસ્તારમાં 329, રાયખડમાં 339 અને પીરાણામાં 333 નોંધાયું છે. એર કવોલિટી ઇન્ડેક્ષની વાત કરીએ તો 0થી 50 સુધીનો ઇન્ડેક્સ સારો હોય છે. જ્યારે 50થી 100 સુધી સંતોષકારક કહેવાય છે જ્યારે 101થી 200 હોય તો મધ્યમ અને 201થી 300 આવે તો તે ખરાબ પરિસ્થિતિ દર્શાવે છે.

અત્રે મહત્વનું છે કે, એક બાજુ લોકો કોરોનાની ગંભીર બીમારીનો તો પહેલેથી જ સામનો કરી રહ્યાં છે અને એમાંય પાછું વાતાવરણ પણ જો સ્વચ્છ ના હોય તો રોગ થવાની શક્યતા ઘણી વધી જાય છે. ત્યારે એક તરફ કોરોનાની ગંભીર બીમારી તો બીજી બાજુ ગરમીનો પ્રકોપ અને સાથે સાથે અમદાવાદની હવા પણ પ્રદૂષિત થતા અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે આ એક જોખમકારક બાબત કહેવાય.

એવામાં અમદાવાદીઓ પાસે હવે તો માસ્ક સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નથી રહ્યો. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે. એમાંય સુરત અને અમદાવાદમાં તો સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે જેના લીધે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં સર્જાયેલી પ્રદૂષિત હવા અમદાવાદીઓ માટે જોખમકારક નીવડી શકે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33