Last Updated on March 21, 2021 by
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે ફરી એક વખત EVM પર સવાલો ઉભા કર્યા છે. એક ટીવી કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે કહ્યુ હતુ કે, EVMનુ ચક્કર શું છે. મારે દેશની જનતાને પૂછવુ છે કે EVMથી જ ચૂંટણી કરવા માટે ભાજપ જીદ કેમ કરતી હોય છે? EVMમાંથી એવી તો કઈ ખૂશ્બુ આવે છે. જો તમે ચૂંટણી જીતવાના હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરવાની જીતો.ભાજપ કોંગ્રેસના વોટ નહીં પણ જનતાના વોટ લૂંટી રહી છે.
કમલનાથે આગળ કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણીમાં પોતાને બચાવવા માટે ભાજપે ચોક્કસ બેઠકો પર EVM સાથે છેડછાડ કરી હતી.રાજસ્થાનમાં પણ એવુ જ થયુ હતુ.કોંગ્રેસ બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટે અભિયાન ચલાવશે.આ માટે આખા દેશમાં આંદોલન કરવામાં આવશે. આ માટે બીજી પાર્ટીઓ સાથે વાત ચાલી રહી છે.
તેમણે કહ્યુ હતુ કે, આજે અમેરિકામાં EVM નથી. આખા યુરોપ અને જાપાનમાં પણ EVM નથી માત્ર આપણા દેશમાં જ EVMથી ચૂંટણી થાય છે. એ વાત સાચી છે કે, EVMની શરુઆત કોંગ્રેસના શાસનમાં થઈ હતી. પણ તે વખતે આ હદે ટેકનોલોજી વિકસી નહોતી.મારી પાસે સંખ્યાબંધ લોકોએ આવીને ઓફર કરી હતી કે અમે EVM હેક કરી શકીએ છે પણ મેં કહ્યુ હતુ કે, મારે આ પ્રકારની માથાકૂટમાં પડવુ નથી. કમલનાથે કહ્યુ હતુ કે, મધ્યપ્રદેશમાં ભાજપે સોદાબાજી કરીને સરકાર બનાવી છે.મેં મારા સિધ્ધાંતો સાથે સમાધાન કર્યુ નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31