GSTV
Gujarat Government Advertisement

કોરોના સંક્રમણ વચ્ચે આજે જીપીએસસીની વર્ગ એક અને બેની પરીક્ષા, સમગ્ર ગુજરાતમાંથી બે લાખ પંદર હજાર ઉમેદવારો

Last Updated on March 21, 2021 by

રાજ્યભરમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે આજે જીપીએસસીની  વર્ગ એક અને બેની પરીક્ષાનું આયોજન થયુ છે..જેમાં કુલ બે લાખ 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે.રાજ્યના 32 જિલ્લાના 838 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન થયુ છે..ક્લાસ વન અને ટુની પરીક્ષા માટે સવારે 10થી 1 અને બપોરે 3થી  6 વાગ્યા સુધી એમ બે પરીક્ષા છે.

  • જીપીએસસી દ્વારા ક્લાસ વન અને ક્લાસ 2 ની પરીક્ષા આજે લેવાશે
  • સમગ્ર ગુજરાતમાંથી બે લાખ પંદર હજાર ઉમેદવારો પરીક્ષા આપશે
  • જીપીએસસી દ્વારા સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩થી ૬ એમ બે પેપર લેવામાં આવશે
  • રાજ્યના 32 જિલ્લાના  838 કેન્દ્ર પરથી બે લાખ પંદર હજાર ઉમેદવારો પરીક્ષા આપશે
  • કોરોનાના આવતા સંક્રમણને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ એ એમ ટી એસ , બીઆરટીએસ ની સેવાઓ બંધ કરાઈ છે
  • Gpsc કોરોના મહામારી વચ્ચે ક્લાસ વન ક્લાસ ટુ ની પરીક્ષા યોજવા માટે મક્કમ

બીજીતરફ, વકરતા કોરોના કેસના કારણે અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં સીટીબસ સેવા બંધ હોવાથી પરીક્ષાઓર્થીઓએ હાલાકી વેઠવાનો વારો આવી શકે છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.ગત માર્ચ બાદ શહેરમાં પહેલી વખત કોરોનાના એક જ દિવસમાં નવા સૌથી વધુ 401 કેસ શનિવારે નોંધાયા છે.શનિવારે બે સંક્રમિત દર્દીઓના મોત થયા છે.

gpsc

અમદાવાદમાં આવેલી મ્યુનિ.હસ્તકની એસ.વી.પી.સહિતની અન્ય હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપતા લગભગ તમામ બેડ ફૂલ થઈ જતાં અગાઉ હોસ્પિટલોમાં બંધ કરવામાં આવેલા કોરોનાની સારવાર માટે શરૂ કરવામાં આવેલા વોર્ડ ફરીથી શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33