GSTV
Gujarat Government Advertisement

રસીકરણ અભિયાન: 2,500થી વધુ કેન્દ્રોમાં આજે પણ રસી આપવાનું ચાલુ રહેશે, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન યથાવત

Last Updated on March 21, 2021 by

કોરોના વાયરસની વધી રહેલી અસરને ખાળવા માટે ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.  આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે રવિવારે રસી-વેક્સિન આપવાની કામગીરી બંધ રાખવામાં આવે છે. પરંતુ વ્યાપક જનહિતને ધ્યાનમાં લઈને રવિવાર તારીખ 20મી માર્ચે ગુજરાતના અત્યારે સક્રિય તમામ 2500 કેન્દ્રોમાં રસી આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. 

રવિવાર તારીખ 20મી માર્ચે ગુજરાતના અત્યારે સક્રિય તમામ 2500 કેન્દ્રોમાં રસી આપવાની કામગીરી

કોરોના

રવિવારે રસી-વેક્સિન આપવાની કામગીરી બંધ રાખવામાં આવે છે

ગુજરાત રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના વેક્સિનનો પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા માટે રૂપાણી સરકાર રસીકરણ કાર્યક્રમ પર ભાર આપી રહી છે. ત્યારે ગત શનિવારના રોજ ભાવનગમાં રાજ્યનો સૌથી મોટો રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 60 વયથી વધુના વૃદ્ધોને રસી આપવામાં આવી હતી. ભાવનગરના ડે.મેયર કુમાર શાહ દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરના ડે.મેયર કુમાર શાહ દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

આ વેક્સિનેશન કેમ્પમાં એક સાથે 555 વૃદ્ધોએ રસી લીધી હતી.રસી કરણ કેમ્પ ભાવનગરના પીરછલ્લા વોર્ડના કૃષ્ણનગર જૈન ઉપાશ્રય, મહિલા કોલેજ પાસે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેમ્પ શનિવાર તારીખ 20-3-2021નાં રોજ સવારે 9.30થી સાંજના 5.00 કલાક સુધી રસીકરણ યોજવામાં આવ્યું હતું.

60 વયથી વધુના વૃદ્ધોને રસી આપવામાં આવી

નીતિન પટેલે જણાવ્યું કે અત્યારે 1.5 લાખ લોકોને રોજ રસી આપવામાં આવે છે. આ સંખ્યા વધારીને 2 લાખ કે 2.5 લાખથી ઉપર લઈ જવા માટેના પ્રયાસોના ભાગ રૂપે આ પગલું લેવામાં આવ્યું છે.અમદાવાદમાં ચિંતાજનક રીતે વધતા કોરોના કેસ વચ્ચે મહાપિલકાએ આજે રવિવારે પણ કોરોના વેક્સિશનની કામગીરી યથાવત રાખી છે. વસ્ત્રાપુરના કોમ્યુનિટિ સેન્ટર ખાતે આજે સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિન આપવાં આવી રહી છે….વકરતા સંક્રમણને ઘટાડવા વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33