Last Updated on March 21, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ જીલ્લાઓમાં પણ સંક્રમણની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં તંત્ર ચિંતિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં એક સાથે 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવતા સ્કૂલ અને છાત્રાલયના 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 39 કેસ પોઝીટીવ નોધાતા આરોગ્ય વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે.
- સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં 39 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ,
- સ્કુલ અને છાત્રાલયના 39 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ,
- મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં કરાયા ટેસ્ટ,
- 39 કેસ પોઝીટીવ નોધાતા આરોગ્ય વિભાગમાં પણ હડકંપ
ગુજરાતમાં કોરોના વાયરસ હવે ‘માતેલા સાંઢ’ની જેમ બેકાબુ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૬૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી. આમ, રાજ્યમાં પ્રત્યેક કલાકે ૬૫ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. રાજ્યમાં ૨૯ નવેમ્બર એટલે કે ૧૧૧ દિવસમાં પ્રથમવાર કોરોનાએ ૧૫૦૦ની સપાટી વટાવી છે. હાલમાં ૬,૭૩૭ એક્ટિવ કેસ છે જ્યારે ૬૯ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે, જે ૩૦ ડિસેમ્બર બાદ રાજ્યમાં સૌથી વધુ દૈનિક મરણાંક છે. ગુજરાતમાં હાલ ૨,૮૫,૪૨૯ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૪૩ છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ કેસમાં સુરત ફરી મોખરે રહ્યું હતું. સુરત શહેરમાંથી ૩૮૧-ગ્રામ્યમાંથી ૧૦૩ એમ કુલ ૪૮૪ નવા કેસ સામે આવ્યા હતા. સુરતમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અમદાવાદમાં પણ કોરોનાનો રાફડો ફાટયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૪૦૬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૪૦૧-ગ્રામ્યમાંથી ૫ કેસનો સમાવેશ થાય છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૫૮,૦૬૫ જ્યારે અમદાવાદમાં ૬૬,૪૧૭ છે. વડોદરા શહેરમાં ૧૩૨-ગ્રામ્યમાં ૧૯ સાથે ૧૫૧ જ્યારે રાજકોટ શહેરમાં ૧૨૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૧૫૨ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૫ સાથે ભાવનગર, ૩૩ સાથે ગાંધીનગર, ૩૨ સાથે જામનગર, ૨૯ સાથે મહેસાણા, ૨૭ સાથે ખેડા, ૨૪ સાથે પંચમહાલ, ૧૯ સાથે દાહોદ, ૧૮ સાથે નર્મદા, ૧૬ સાથે કચ્છ-સાબરકાંઠા, ૧૪ સાથે ભરૃચ-મહીસાગર, ૧૩ સાથે જુનાગઢ, ૧૨ સાથે આણંદ, ૧૧ સાથે બનાસકાંઠા-મોરબી-પાટણનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31