Last Updated on March 21, 2021 by
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. રાજ્યના ઘણા શહેરોમાં ફરીથી મહામારીએ એવો ઉથલો માર્યો છે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદ્યા પછી પણ કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. જો આવીજ પરિસ્થિતિ રહી તો આ મહિનાની 27-28 તારીખે સરકાર દિવસનો પણ કર્ફયુ જાહેર કરે તેવી શક્યતાઓ છે. હાલ કોરોનાના કેસોમાં વૃદ્ધી થતા સરકાર કોઈ મહત્વનો નિર્ણય કરે તેવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.
હાલ કોરોનાના કેસોમાં વૃદ્ધી થતા સરકાર કોઈ મહત્વનો નિર્ણય કરે તેવી અટકળો
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિક્રમજનક કોરોના કેસ ૧,૬૦૭ ૨૭મી નવેમ્બર ૨૦૨૦ના રોજ નોંધાયા હતા. ત્યાર પછી જીવલેણ વાયરસો રફતાર પકડી હતી. નોંધનીય છે કે માત્ર ત્રણ મહિનામાં હાલ કોરોનાએ ગુજરાતમાં પકડ જમાવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિક્રમજનક ૧,૬૦૭ કેસ ૨૭મી નવેમ્બર ૨૦૨૦ના રોજ નોંધાયા
ઉલ્લેખનીય છે કે આગમી અઠવાડીયે રંગોત્સવો મહોત્સવ એટલે કે હોળી ધુળેટીનો તહેવાર છે. ત્યારે આ તહેવાર અંતર્ગત પ્રજાજનો બહોળી સંખ્યામાં એક સ્થળે એકત્રિત ના થાય તે માટે ગુજરાત રાજ્યના ડાકોર, દ્વારકા, સહિતના મોટાભાગના દેવ સ્થાનો, મંદિરો, ડાંગ, પંચમહાલ, દાહોદ સહિતના આદિવાસી ક્ષેત્રોમાં દર વર્ષે આયોજીત કરવામાં આવતા મેળા-મહોત્સવ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં હોળી ધુળેટીનો તહેવાર ભારે ઉલ્લાસ સાથે ઉજવાય છે. સાથે સાથે શહેરની સોસાયટીઓમાં હોળી પ્રાગ્ટય, પૂજા અર્ચના પણ કરવામાં આવે છે, ત્યારે આ મામલે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જો પ્રજા જનો સાવચેતી નહી રાખે તો વિકેન્ડ લોકડાઉન આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨ જ્યારે વડોદરા-રાજકોટમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૩૧-સુરતમાં ૯૮૪, વડોદરામાં ૨૪૩ જ્યારે રાજકોટમાં ૨૦૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૮૩, સુરતમાંથી ૨૯૮, વડોદરામાંથી ૧૪૦, રાજકોટમાંથી ૮૮ એમ રાજ્યભરમાંથી ૯૬૯ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૭૪,૨૪૯ દર્દીઓ સાજા થયા છે જ્યારે રીક્વરી રેટ ૯૬.૦૮% છે. શુક્રવારની સ્થિતિએ રાજ્યમાં ૬૨,૯૧૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ૪૦,૮૧૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31