GSTV
Gujarat Government Advertisement

હમકો તો બસ તલાશ નયે રાસ્તોં કી હે..’ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે સંજયની શાયરાના ટ્વીટ: શું ‘અઘાડી’નો રથ થંભી જશે!

Last Updated on March 21, 2021 by

એન્ટીલિયા કેસની તપાસની આંચ હવે મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઈ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે વસૂલી ટાર્ગેટને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે જેથી ઉદ્ધવ સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખની ખુરશી જોખમમાં આવી ગઈ છે. ઉપરાંત મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં પણ હલચલ વ્યાપી છે. આ બધા વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે સવારે આ કેસને લઈને શાયરાના અંદાજમાં ટ્વીટ કરી છે. 

હમકો તો બસ તલાશ નએ રાસ્તોં કી હે..’ મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ વચ્ચે રાઉતની શાયરાના ટ્વીટ

રાઉતે ગીતકાર જાવેદ અખ્તરની એક શાયરીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘શુભ પ્રભાત, અમને તો ફક્ત નવા રસ્તાની તલાશ છે, અમે એવા મુસાફર છીએ જે મંજિલથી આવ્યા છીએ.’

ગૃહમંત્રી પર આક્ષેપ

હકીકતે આ કેસમાં સચિન વાજે અને મુંબઈ પોલીસના અધિકારીઓ વચ્ચે ફરી રહેલી તપાસની સોય હવે મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી શકે છે. તેનું કારણ તાજેતરમાં જ મુંબઈ પોલીસના કમિશનર પદેથી ટ્રાન્સફર કરવામાં આવેલા પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જે ચિઠ્ઠી લખી તે છે. 

આ ચિઠ્ઠીમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે, તેમણે સચિન વાજેને દર મહિને 100 કરોડ રૂપિયા કલેક્ટ કરવા કહ્યું હતું. જો કે અનિલ દેશમુખે આ મામલે ટ્વીટ કરીને પરમવીર સિંહ પોતાની જાતને કાયદાકીય કાર્યવાહીથી બચાવવા આવો આરોપ લગાવી રહ્યા છે તેમ કહ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33