Last Updated on March 21, 2021 by
ફાગણ સુદ-આઠમ આવતીકાલે છે અને જેની સાથે જ હોળાષ્ટકનો પ્રારંભ થશે. હોળાષ્ટકને કારણે લગ્ન-સગાઇ-ખાત મુહૂર્ત-વાસ્તુ સહિતના શુભ કાર્યોને બ્રેક લાગશે. આગામી ૨૮ માર્ચ-રવિવારના હોળી જ્યારે ૨૯ માર્ચના ધૂળેટીનું પર્વ મનાવાશે.
શું છે હોળાષ્ટક પાછળ ધાર્મિક માન્યતા?
હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે તેના અગાઉના આઠમા દિનની ગણતરી એટલે હોળાષ્ટક. એક ધાર્મિક વાયકા અને માન્યતા મુજબ ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશપે, વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરી અસહ્ય પીડા આપી હોવાનું ધાર્મિક કથન છે. આ દિવસો દરમિયાન ભક્ત પ્રહલાદ પર અનેક પ્રકારે તકલીફ આપી હતી આવતીકાલે સવારે ૭ઃ૧૧ કલાકથી હોળાષ્ટકનો પ્રારંભ થશે.
પૂનમના અમૃત સિદ્ધિ યોગનું માહાત્મ્ય
ભારતીય સંસ્કૃતિમાં અને હિન્દુ શાોના દિશા નિર્દેશ પ્રમાણે સામે ઉત્તરાયણે, સામે હોળીએ, શ્રાદ્ધ પક્ષમાં તેમજ અધિક માસમાં કોઇ પણ પ્રકારના શુભ પ્રસંગોના આયોજનને વજત માનવામાં આવે છે. શાીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવું કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવું ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક પણ હોળીકા દહન પછી સમાપ્ત થાય છે. આ વર્ષે ફાગણ સૂદ પૂનમના અમૃત સિદ્ધિ યોગના સંયોગમાં હોળીનું પર્વ મનાવાશે. ૨૮ માર્ચના સાંજે ૬ઃ૫૦થી ૭ઃ૩૫ દરમિયાન હોળી પ્રાગટય માટે શુભ મુહૂર્ત છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31