Last Updated on March 21, 2021 by
તુર્કીએ 17 મહિનામાં પહેલી વખત સીરિયાના કુર્દ ક્ષેત્ર પર હવાઈ હુમલો કર્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના અહેવાલ પ્રમાણે ‘તુર્કીના એક ફાઈટર જેટે એન ઈસ્સા ગ્રામીણ વિસ્તારના સઈદા ગામમાં સીરિયન ડેમોક્રેટિક ફોર્સિઝના સૈન્ય અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે ભારે મોટો વિસ્ફોટ થયો હતો.’
સીરિયન ડેમોક્રેટિક ફોર્સિઝના સૈન્ય અડ્ડાઓ પર હુમલો કર્યો
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબર 2019માં ઉત્તર-પૂર્વ સીરિયામાં તુર્કીએ એકતરફી સૈન્ય કાર્યવાહી કરી હતી. તુર્કીના યુદ્ધ વિમાનો અને તોપોએ સીરિયામાં કુર્દોના નિયંત્રણવાળા વિસ્તારોને નિશાન પર લીધા હતા જેથી હજારોની સંખ્યામાં લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતું.
ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી
તે ઘટનાને લઈ ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘ઉત્તર પૂર્વીય સીરિયામાં તુર્કીની એકતરફી સૈન્ય કાર્યવાહીને લઈને અમે ચિંતિત છીએ. તુર્કીની કાર્યવાહી ક્ષેત્રની સ્થિરતા અને આતંકવાદ વિરૂદ્ધની લડાઈને નબળી પાડી શકે છે.’
ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઉત્તર-પૂર્વીય સીરિયામાં તુર્કીની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં તુર્કીશ અધિકારીઓ સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી દીધી હતી. ઉપરાંત ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, જો તુર્કી વિનાશના પંથે આગળ વધતું જશે તો અમે તેના અર્થતંત્રને ઝડપથી બરબાદ કરી દેવા તૈયાર છીએ. સાથે જ સ્ટીલ પરની ડ્યુટી વધારીને અમેરિકાએ 100 અબજ ડોલરના વેપારી સોદા અંગેની વાતચીત પણ બંધ કરી દીધી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31