Last Updated on March 21, 2021 by
પશ્ચિમ બંગાળમાં વર્તમાન સમયે ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકિય દંગલ ચાલી રહ્યું છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવાર કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જાતને રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ સમજે છે. તેઓ ભારતનું નામ બદલીને પોતાના નામ પર કરી નાંખશે.
બંગાળના ખેજુરીમાં એક જનસભાને સંબોધન કરતા સમયે કહ્યું કે, શું મહાન નેતા છે. ક્યારેક તેઓ પોતાને રવિન્દ્રનાથ ટાગોરના રુપમાં જુએ છે, તો ક્યારેક પોતાને સ્વામી વિવેકાનંદ સમજે છે. હવે તેઓ સ્ટેડિયમનું નામ પોતના નામ પર રાખે છે. ક્યારેક તેઓ તમને ભારતનું નામ પણ ભુલી જવા માટે કહેશે અને તેઓ દેશનું નામ પણ બદલીને પોતાના નામ પર કરી નાંખશે.
મમતા બેનર્જીએ કહ્યું કે નરેન્દ્ર મોદી માત્ર મોટા વચનો જ આપે છે. હું આ કરીશ, હું તે કરીશ. તમે છ સાત વર્,થી સત્તામાં છો, તમે શું કર્યું? તમે નોટબંધી કરી, દેશની અર્થવ્યવસ્થીનો નાશ કર્યો, બેરોજગારી વધરી, પ્રવાસી મજૂરોને મારી નાંખ્યા. તમે રમખાણો પણ કરાવ્યા છે.
મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લોકોના પૈસાના દુરુપયોગનો આરોપ પણ લગાવ્યો છે. કોરોના પ્રબંધનમાં ઉપયોગમાં લેવાનું હતું તે ધન વડાપ્રધાને ચોરી લીધું છે. ભાજપ બેટી બચાઓ બેટી પઢાઓના નારા લગાવે છે, પરંતુ તેમણે કિને એક રુપિયો પણ આપ્યો નથી. જ્યારે અમે દર મહિને કન્યાશ્રી ફંડ પીએ છીએ. ભાજપને ઇર્ષ્યા થઇ રહી છે. કારણ કે બંગાળ આગળ નિકળી ગયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31