GSTV
Gujarat Government Advertisement

અમદાવાદીઓ કોરોના વધ્યો છે રાખજો સાવચેતી, શહેરમાં આજથી 10થી વધુ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટની કામગીરી શરૂ!

Last Updated on March 21, 2021 by

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી સુપરસ્પ્રેડર્સ શોધવા કવાયત શરૂ કરાઈ છે.જેના ભાગરૂપે શહેરની 18 જેટલી લેબોરેટરીઓ દ્વારા 500 રૂપિયામાં આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરી આપવા સંમતિ દર્શાવવામાં આવતા  આજથી આ લેબોરેટરીઓમાં આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવનાર હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

લેબોરેટરીઓ દ્વારા 500 રૂપિયામાં આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરી આપવા સંમતિ દર્શાવવામાં આવી

અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફુડ બિઝનેશ તથા અન્ય કોઈપણ વસ્તુની ડીલીવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ,ડીલીવરીબોય તથા કર્મચારીઓ માટે આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવાના થાય છે.

કોરોના

આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવાના થાય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલી ખાનગી લેબોરેટરી કે જેને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે.તેવી લેબોરેટરીના સંચાલકો સાથે વાતચીત બાદ તેઓ 500 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા સંમત થતા આ લેબોરેટરીમાં 21 માર્ચને રવિવારથી ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવશે.એમ મ્યુનિ.ના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં જે ખાનગી લેબોરેટરીને આરટીપીસીઆર ટેસ્ટ કરવા મંજુરી આપવામાં આવી છે એની યાદી આ મુજબ છે.

1.એમ્પલીજેન લેબોરેટરીઆંબાવાડી
2.સેલકેર પેથોલોજીસાઉથ બોપલ
3.કુરોવિસ હેલ્થકેરએસ.જી.હાઈવે
4.યુજેન મોલેકયુલરઓર્ચિડ મોલ
5.જીન સ્પોલરએલિસબ્રીજ
6.ગ્રીન ક્રોસગુલબાઈ ટેકરા
7.ગુજરાત પાથ લેબકોચરબ
8.વિટ્રો સ્પેશ્યાલીટીનવરંગપુરા
9.પેન્જોનોમિકસએલિસબ્રીજ
10.સલવ્સ બાયરોસાર્કએસ.પી.રીંગ રોડ
11.સલ્વસ બાયરોસાર્કસાઉથ બોપલ
12.સાઈન્ટીફીક સેન્ટરગુલબાઈ ટેકરા
13.સ્પેશીયાલીટી માઈક્રોટેકનવરંગપુરા
14.સન ફલાવર લેબોરેટરીમેમનગર
15.સુપ્રાટેકપરીમલ ગાર્ડન
16.સિમર્સ પેથ કેરબોપલ રોડ
17.યુનિપથ સ્પેશયાલીટીએલિસબ્રીજ
18.ઝાયડસ હોસ્પિટલએસ.જી.હાઈવે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ કુલ 127 સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.જે પૈકી બે સ્થળના નિયંત્રણ દુર કરવામાં આવ્યા છે.શનિવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત, દક્ષિણ ઝોનના ચાર,પૂર્વ ઝોનના બે ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના ત્રણ અને પશ્ચિમ ઝોનના ચાર કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33