GSTV
Gujarat Government Advertisement

ભય! રાજધાની દિલ્હીમાં આ વર્ષે એક જ દિવસમાં નોંધાયા સંક્રમણનાં રેકોર્ડ બ્રેક કેસ, 2 દર્દીના નિપજ્યા મોત

Last Updated on March 21, 2021 by

દેશના રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ દિલ્હીમાં પણ ઘાતક કોરોનાનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે, સોમવારે 813 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઇ છે, જે આ વર્ષે સૌથી વધુ છે, દિલ્હીમાં લગભગ 81 દિવસ બાદ એક જ દિવસમાં સૌથી કેસ નોંધાયા છે, આ પહેલા 27 ડિસેમ્બરનાં દિવસે 757 કેસ આવ્યા હતાં.

Covid vaccine

દિલ્હીમાં લગભગ 81 દિવસ બાદ એક જ દિવસમાં સૌથી કેસ નોંધાયા

આરોગ્ય વિભાગનાં જણાવ્યા પ્રમાણે શુક્રવારે બે દર્દીઓનાં મોત થયા, ત્યાં જ 567 દર્દીઓને રજા આપવામાં આવી, અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 6,47,161 થઇ છે, તેમાથી 6,32,797 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે, ત્યાં જ 10955 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

દિલ્હીમાં કોરોનાથી મૃત્યુદર 1.69 ટકા થઇ ગઇ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 3409 થઇ ગઇ છે, તેમાંથી વિવિધ હોલ્પિટલોમાં 868 દર્દીઓ દાખલ થયા છે, કોવિડ કેર સેન્ટરમાં  6  જ્યારે હોમ આઇસોલેશનમાં 1722 દર્દીઓ દાખલ છે.  

Corona

દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસમાંથી 62 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ કોરોનામાં સપડાયા છે. કોરોના વકરતાં મુંબઈ મહાપાલિકાએ દૈનિક 47,000 એન્ટીજેન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. 

મુંબઈ મહાપાલિકાએ દૈનિક 47,000 એન્ટીજેન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં શનિવારે કોરોનાના નવા 40,953 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 111 દિવસમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,15,55,284 થઈ છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 2,88,394 થયા છે. ભારતમાં છેલ્લા માત્ર ત્રણ દિવસમાં કોરોનાના એક લાખ કેસ નોંધાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33