Last Updated on March 21, 2021 by
ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોના મહામારી સતત વકરી રહી છે. દેશમાં શનિવારે કોરોનાના નવા 41 હજાર કેસ નોંધાયા હતા, જે છેલ્લા 111 દિવસમાં એક દિવસમાં સામે આવેલા સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ 1.15 કરોડને પાર થઈ ગયા છે. દેશમાં સતત 10મા દિવસે કોરોનાના કેસ વધ્યા છે. આ સાથે કુલ એક્ટિવ કેસ 2.88 લાખને પાર થયા છે.
કુલ એક્ટિવ કેસ 2.88 લાખને પાર
દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસમાંથી 62 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ કોરોનામાં સપડાયા છે. કોરોના વકરતાં મુંબઈ મહાપાલિકાએ દૈનિક 47,000 એન્ટીજેન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ મહાપાલિકાએ દૈનિક 47,000 એન્ટીજેન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં શનિવારે કોરોનાના નવા 40,953 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 111 દિવસમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,15,55,284 થઈ છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 2,88,394 થયા છે. ભારતમાં છેલ્લા માત્ર ત્રણ દિવસમાં કોરોનાના એક લાખ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 27,000 કેસ : આદિત્ય ઠાકરે પણ કોરોનાગ્રસ્ત
શુક્રવારે કોરોનાના 39,726 અને ગુરૂવારે 35,871 કેસ નોંધાયા હતા. દેશમાં શનિવારે કોરોનાથી વધુ 188નાં મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 1,59,558 થયો છે. દેશમાં છેલ્લે 29મી નવેમ્બરે એક દિવસમાં નવા 29,41,810 કેસ નોંધાયા હતા. આ સમયમાં દેશમાં કુલ 1,11,07,332 દર્દીઓ સાજા થયા છે. જોકે, કોરોનાનો રીકવરી રેટ ઘટીને 96.12 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે જ્યારે કેરળમાં દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસમાં 76.22 ટકા કેસ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સિૃથતિ સૌથી વધુ ખરાબ છે. કોરોનાના એક્ટિવ કેસમાં 62 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે કેરળમાં 8.83 ટકા અને પંજાબમાં 5.36 ટકા કેસ નોંધાયા છે. આ ઉપરાંત તામિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં પણ કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાથી નવા મોતમાં 81.38 ટકા મોત પાંચ રાજ્યોમાં થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મહારાષ્ટ્રમાં શનિવારે 70, પંજાબમાં 38, કેરળમાં 17 લોકોનાં મોત થયા છે. જોકે, દેશમાં 15 એવા પણ રાજ્યો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત થયા નથી.
કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાનમાં ભારતે એક મહત્વનું સિમાચિહ્ન સર કર્યું છે. ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડથી વધુ લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવાર સુધીમાં દેશમાં કુલ 4,20,63,392 રસીના ડોઝ અપાયા છે, જેમાં 77,06,839 સ્વાસ્થ્ય કર્મચારીઓને પહેલો ડોઝ, 48,04,285 સ્વાસ્થ્ય કર્મચારીઓને બીજો ડોઝ, 79,57,606 ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલો ડોઝ અને 24,17,077 ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો ડોઝ અપાયો છે જ્યારે 45 વર્ષથી વધુ વયના 32,23,612 લાભાર્થી અને 60 વર્ષથી વધુ વયના 1,59,53,973 લાભાર્થીઓને પહેલો ડોઝ અપાયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31