GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો: ગૃહમંત્રી દેશમુખ આપી શકે છે રાજીનામું, ભાજપે નાર્કોટેસ્ટની કરી માગ

Last Updated on March 20, 2021 by

મહારાષ્ટ્રની રાજનીતિમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. ખાસ કરીને એન્ટીલીયા કેસમાં મુંબઇ પોલીસના અધિકરી સચિન વાઝેનું નામ આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. અધુરામા પુરુ આજે મુંબઇ પોલીસના પૂર્વ કમિશ્નર કે જેમની થોડા દિવસ પહેલા બદલી કરાઈ છે, તે પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પરમવીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને 100 કરોડની ઉઘરાણી કરવનો આદેશ આપ્યો હતો.

પરમવીર સિંહના આક્ષેપ બાદ ભાજપ એક્ટિવ થયું

પરમવીર સિંહના આવા આરોપે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. પરમવીર સિંહના આરોપો બાદ ભાજપ આક્રમક મોડમાં આવી ગયું છે અને અનિલ દેશમુખને તાત્કાલિક પદ પરથી દૂર કરવાની માંગ કરી રહ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખને પદ પરથી દૂર કરીને ઉદ્ધવ ઠાકરે પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ પહેલી ઘટના હશે જ્યારે કોઇ મોટા પોલીસ અધિકારીએ રાજ્યના મુખ્યમંત્રીને આટલા ગંભીર આરોપો સાથે પત્ર લખ્યો હશો.

અનિલ દેશમુખના નાર્કોટેસ્ટની કરી માગ

આ સાથે જ ભાજપે અનિલ દેશમુખ, પરમવીર સિંહ અને સચિન વાઝેના નાર્કો ટેસ્ટની માંગ કરી છે. આ સાથે જ એવી અટકળો તેજ બની છે કે, અનિલ દેશમુખ પોતાના પદ પરથી હવે બે કે ત્રણ દિવસમાં રાજીનામુ આપી શકે છે. શિવસેનાના સૂત્રો દ્વારા આ વાતની ચર્ચા થઈ રહી છે.

શરદ પવારની ટકોર- તમારી ખૂબ ફરિયાદ આવે છે, તમને પદથી દૂર કરાશે

અહીં ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખે દિલ્હીમાં શુક્રવારે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે શરદ પવારને એન્ટીલીયા કેસ સાથે જોડાયેલી માહિતી આપી હતી. એનસીપીના બંને નેતાઓ વચ્ચેની આ બેઠક બે કલાક ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરદ પવારે આ બેઠકમાં અનિલ દેશમુખને એવું પણ કહ્યું હતું કે, તમારી ઘણી ફરિયાદ આવે છે, એટલે તમને પદ પરથી દૂર કરાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33