GSTV
Gujarat Government Advertisement

IND VS ENG T-20 મેચમાં ભારતનો 36 રનથી સીરિઝ કરી કબ્જે, શાર્દુલ ઠાકુર અને ભૂવનેશ્વર રહ્યાં મેચના હિરો

Last Updated on March 20, 2021 by

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મોર્ગને તેની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. 5 ટી-20 શ્રેણીમાં બંને ટીમો 2-2 મેચ જીતી છે. ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ -11 માં ફેરફાર કરીને ઓપનર લોકેશ રાહુલને આરામ આપી ફાસ્ટ-બોલર ટી નટરાજનને તક આપી છે. ભારતે પ્રથમ દાવમાં 224 રન બનાવીને 2 વિકેટ ખોઈ હતી. ઈંગલેન્ડની ટીમને 225 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી પ્રથમ વિકેટ માટે રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 94 રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી. વળતા દાવમાં ઉતરેલી ઈંગલેન્ડની ટીમે પ્રથમ વિકેટ શૂન્ય રનમાં જ પડી ગઈ હતી. ત્યારબાદ બીજી વિકેટ માટે મલાન અને બટલર વચ્ચે 130 રનની ભાગીદારી નોંધાઈ હતી. બંનેની પાર્ટનરશીપથી ઈંગલેન્ટની ટીમ મજબૂત સ્થિતિમાં આવી હતી.

જોસ બટલરે ઈંગલેન્ડને આપી મજબુતી

225 રનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ઉતરેલી ઈંગલેન્ડની ટીમની પ્રથમ વિકેટ પહેલી જ ઓવરમાં પડી ગઈ હતી. ત્યારબાદ જોસ બટલર અને ડેવિડ મલને મેચને સંભાળ્યો હતો. બંનેની ધમાકેદાર બેટીંગથી 130 રનની પાર્ટનરશીપ થઈ હતી. બટલરે 34 બોલમાં 52 રન બનાવીને આઉટ થઈ ગયો હતો તો જોની બેરસ્ટોએ 7 બોલમાં 7 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ડેવિડ મલાને 46 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો. ઈયાન મોર્ગન પણ 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

શાર્દુલ અને ભૂવીએ કરી કમાલ

અંતીમ ટી-20 મેચમાં શાર્દુલ અને ભૂવનેશ્વર કુમારે ભારતને મોટા બ્રેક થ્રુ અપાવ્યાં હતાં. ભૂવનેશ્વર કુમારે જેસન રોય અને જોસ બટલરને પવેલિયન મોકલ્યાં હતાં. તો શાર્દુલે ડેવિન મેલન, જોની બેરસ્ટોને આઉટ કરીને મેચને ટર્ન આપ્યો હતો. ઈંગલેન્ડના બેટ્સમેનો એક પછી એક ધરાશયી થતા ટીમની કમર તુટી ગઈ હતી.

સારી શરૂઆત બાદ ધબડકો

ઈંગલેન્ડની ટીમની પ્રથમ વિકેટ શૂન્ય રનમાં પડી ગઈ હતી. ત્યારબાદ જોસ બટલર અને ડેવિડ મલાને મેચને સંભાળ્યો હતો. બંને વચ્ચે 130 રનની પાર્ટનરશીપ થઈ હતી. બટલરના આઉટ થયા બાદ માત્ર 12 રનમાં જ અન્ય ત્રણ વિકેટ પડી ગઈ હતી.

ભારતને 6 સીરીઝ જીતવાની તક

ભારત પાસે એક સાથે છઠ્ઠી અને ઇંગ્લેન્ડ માટે સતત ત્રીજી સીરીઝ જીતવાની તક છે. ભારતીય ટીમ નવેમ્બર 2019 પછી રમેલી પાંચેય T20 મેચ જીતી ચૂકી છે. તેવામાં ઈંગ્લેન્ડે 2020ની સપ્ટેમ્બર પછી સતત 2 T20 સીરીઝ પોતાના નામે કરી છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડયા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચાહર અને ટી નટરાજ

ઈંગ્લેન્ડ ટીમ

જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, ઈયોન મોર્ગન (કેપ્ટન), સૈમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, માર્ક વૂડ અને આદિલ રાશિદ.

રોહીત શર્મા અને કોહલીની સર્વાધિક પાર્ટનરશીપ

ભારતીય ટીમે પાવર-પ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવ્યા છે. બન્ને ટીમોની તુલના કરીએ તો શ્રેણીમાં અત્યારસુધીનો પાવર-પ્લેનો આ સર્વ શ્રેષ્ઠ સ્કોર છે. રોહિત શર્માએ 64 રન નોંધાવી બેન સ્ટોક્સની ઓવરમાં આઉટ થયો હતો.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33