Last Updated on March 20, 2021 by
રાત્રે 9 વાગતાની સાથે જ અમદાવાદમાં કડકપણે કરફયૂની અમલવારી કરાઇ છે. કોરોના સંક્રમણને લઇને રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂની જાહેરાત કરાઇ છે. જેથી અમદાવાદમાં 9 વાગતાની સાથે જ એએમસીના અધિકારીઓ વસ્ત્રાપુર લેક આજુબાજુ ખાણીપીણી લારીઓ બંધ કરવાવા પહોંચી ગયા હતા. અહીં મહત્વનું છે કે, અમદાવાદમાં પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઇને કોર્પોરેશન તંત્ર દ્રારા કરફયૂની કડક અમલવારી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં કોરોનાને અટકાવવા હવે સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે. શહેરમા 16 સ્થળો પર AMCએ માસ ટેસ્ટિંગની કવાયત આરંભી છે. આજના દિવસમાં કુલ 1200 જેટલા લોકોના ટેસ્ટ કરાયા. જેમાં આઠ સુપર સ્પ્રેડરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં.
શાકભાજી વેચનાર, કરિયાણા દુકાનદારો, મેડિકલ સ્ટોર, સલુન, રીક્ષા ડ્રાયવર, કડિયા, મજૂરો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે. ખાણીપીણીના ધંધાર્થી અને તેની હોમડિલિવરી કરતા ડિલિવરી બોયએ પણ ટેસ્ટ કરાવવો પડશે અને એન્ટિજન ટેસ્ટ કરાવીને પ્રમાણપત્ર લેવું પડશે. આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી આવી કંપનીઓએ કોર્પોરેશનની વેબસાઈટ પર તેની વિગત અપલોડ કરવી પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31