Last Updated on March 20, 2021 by
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શુક્રવારે કોરોના પોઝિટીવ આવ્યા બાદ હવે તેમના પત્ની બુશરા બીવીને પણ કોરોનાનું ચેપ લાગ્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કોરોના પોઝિટીવ આવ્યાના એક દિવસ પહેલા જ ચીનમાં બનેલી કોવિડ-19 સાઈનોફાર્મની વૈક્સિન લગાવી હતી.
"Pakistan PM Imran Khan (in file photo) tests positive for COVID-19 and is self isolating at home," tweets Special Assistant to the Prime Minister on National Health Services, Regulations & Coordination. pic.twitter.com/et9Q2nxuCi
— ANI (@ANI) March 20, 2021
પીએમ મોદીએ જલ્દી સાજા થઈ જાય તેવી શુભકામના આપી
પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોરોનાથી જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરી છે. સ્વાસ્થ્ય સંબંધી મામલા પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી સલાહકારે જણાવ્યુ છે કે, ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે હાલમાં જ કોરોનાની રસી લગાવી છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીએ પણ આ અંગે ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થયની કામના કરી છે.
PM Narendra Modi wishes speedy recovery to Pakistan PM Imran Khan from #COVID19. pic.twitter.com/39VSK2BaUF
— ANI (@ANI) March 20, 2021
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમના વિશેષ સહાયકે આ જાણકારી આપી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાઓ, વિનિયમો અને સમન્વય પર પ્રધાન મંત્રીના વિશેષ સહાયકે ટ્વીટ કરીને કહ્યું, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોરોના સંક્રમિત થયા છે. તેમણે ઘરમાં પોતાને આઇસોલેટ કર્યા છે.
જણાવી દઇએ કે તાજેતરમાં જ ઇમરાન ખાને કોરોના વિરુદ્ધ તૈયાર ચીની સાઇનોફાર્મ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તાજેતરમાં જ પહેલા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને પણ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ગુરુવારે 68 વર્ષીય ખાનના રસીકરણની પુષ્ટિ સ્વાસ્થ્ય મામલે તેમના વિશેષ સહાયક ડોક્ટર ફૈઝલ સુલ્તાને કરી હતી.
પાકિસ્તાનમાં આ વર્ષે કોરોનાના સૌથી વધારે કેસ
પાકિસ્તાનમાં શનિવારે આ વર્ષમાં આવેલા કેસમાં એક જ દિવસના સૌથી વધારે કેસ 3876 નવા કેસો આવ્યા છે. જે સાથે જ દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 9.4 ટકા થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં અહીં 40 દર્દીઓના મોત થઈ ચુક્યા છે, જે બાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 13,799 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યુ હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 79 હજાર 760 લોકો કોરોનાથી એકદમ સાજા થઈ ચુક્યા છે. 2 હજાર 122 દર્દીઓની હાલત હાલમાં પણ ગંભીર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31