GSTV
Gujarat Government Advertisement

LIVE : નિર્ણાયક ટી-20 મેચમાં ભારતની બેવડી સદી, કેપ્ટન કોહલી અને હાર્દીક પંડ્યાની ધુંઆધાર બેટીંગથી ઈંગલેન્ડને 225નો લક્ષ્યાંક

Last Updated on March 20, 2021 by

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મોર્ગને તેની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. 5 ટી-20 શ્રેણીમાં બંને ટીમો 2-2 મેચ જીતી છે. ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ -11 માં ફેરફાર કરીને ઓપનર લોકેશ રાહુલને આરામ આપી ફાસ્ટ-બોલર ટી નટરાજનને તક આપી છે. ભારતના ઓપનર રોહીત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે 94 રનની પાર્ટનરશીપથી ઈંગલેન્ડની ટીમમાં હડકંપ મચી ગયો છે.ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટી 20 સીરિઝ રોમાંચક મોડ પર છે. ચોથી ટી-20માં ભારતની જીત બાદ સીરીઝ 2-2ની બરોબરી પર છે. આ સ્થિતિમાં બંને ટીમની નજર ફાઇનલ જીતીને સીરીઝને પોતાના નામે કરવા પર રહેશે. વિરાટ કોહલીે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે અને હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી રમી રહ્યાં છે. જેઓ બંને ફૂલફોર્મમાં છે. ભારતનો સ્કોર 200ને વટાવે તેવી સંભાવના છે.

  • 15 ઓવરમાં ભારતનો સ્કોર 157/2
  • 15 ઓવરમાં ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 157 રન છે. વિરાટ કોહલી 46 રન અને હાર્દિક પંડ્યા 7 રને રમતમાં છે.  

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો

સૂર્યકુમાર યાદવ 17 બોલમાં 32 રનન બનાવી આઉટ થઈ ગયો છે. યાદવ રાશિદની ઓવરમાં બાઉન્ડ્રી પાસે કેચ આઉટ થયો થયો હતો. યાદવે પોતાની ઈનિંગમાં 2 સિક્સ અને ત્રણ ફોરની મદદથી 32 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાનો સ્કોર 145 રન છે.  

રોહિત થયો હતો 64 રને આઉટ

  • રોહિત 34 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સે તેને બોલ્ડ કર્યો હતો. રોહિત શર્મા તેની ટી 20 કારકિર્દીની 22મી 50 બનાવ્યા બાદ બોલ્ડ થયો હતો.
  • 5મી T20 મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
  • ભારતે T20 શ્રેણીની દરેક મેચમાં તેની પ્લેઈંગ-11માં ફેરફારો કર્યા છે, આજની મેચમાં નટરાજનને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું
  • રોહિતે T20 કારકિર્દીની 22 મી ફિફ્ટી ફટકારી; બેન સ્ટોક્સનો શિકાર થયો

ભારતને 6 સીરીઝ જીતવાની તક

ભારત પાસે એક સાથે છઠ્ઠી અને ઇંગ્લેન્ડ માટે સતત ત્રીજી સીરીઝ જીતવાની તક છે. ભારતીય ટીમ નવેમ્બર 2019 પછી રમેલી પાંચેય T20 મેચ જીતી ચૂકી છે. તેવામાં ઈંગ્લેન્ડે 2020ની સપ્ટેમ્બર પછી સતત 2 T20 સીરીઝ પોતાના નામે કરી છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડયા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચાહર અને ટી નટરાજન

ઈંગ્લેન્ડ ટીમ

જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, ઈયોન મોર્ગન (કેપ્ટન), સૈમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, માર્ક વૂડ અને આદિલ રાશિદ

રોહીત શર્મા અને કોહલીની સર્વાધિક પાર્ટનરશીપ

ભારતીય ટીમે પાવર-પ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવ્યા છે. બન્ને ટીમોની તુલના કરીએ તો શ્રેણીમાં અત્યારસુધીનો પાવર-પ્લેનો આ સર્વ શ્રેષ્ઠ સ્કોર છે. રોહિત શર્માએ 64 રન નોંધાવી બેન સ્ટોક્સની ઓવરમાં આઉટ થયો હતો તો વિરાટ કોહલી અને સુર્યકુમાર યાદવ હજી ક્રીઝ ઉપર છે.

અંતીમ ઓવરોમાં હાર્દીક પાંડ્યાની ચોગ્ગા છગ્ગાવાળી

ભારત-ઈંગલેન્ડ વચ્ચેના છેલ્લા અને નિર્ણાયક ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદની વિકેટ પડ્યાં બાદ હાર્દીક પંડ્યાએ ચોગ્ગા છગ્ગાવાળી શરૂ કરી હતી. હાર્દીક પંડ્યાએ 17 બોલમાં 39 રન બનાવીને ઈંગલેન્ડના બોલરોને ધોઈ નાંખ્યાં હતાં. વિરાટ કોહલીએ 52 બોલમાં 80 રન બનાવી અણનમ રહ્યાં હતાં. ભારતે ઈંગલેન્ડને જીત માટે 225 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33