Last Updated on March 20, 2021 by
ફાઇનલી ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમકે છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1565 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક પણ ક્રમશઃ વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદ-સુરતમાં 2-2 જ્યારે રાજકોટ-વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4443 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 969 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજદિન સુધીમાં કુલ 2 લાખ 74 હજાર 249 લોકો કોરોનામુક્ત બન્યા છે.
રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો
રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 6 હજાર 737 એક્ટિવ કેસ છે. જ્યારે 69 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 એકલા સુરતમાં 484 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 406 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 152 કેસ જ્યારે વડોદરામાં 151 કેસ નોંધાયા છે. આ સમગ્ર રાજ્યના મહાનગરોની સાથે સાથે હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં 484 અને અમદાવાદમાં 402 કેસો નોંધાયા છે.
સંક્રમણ વચ્ચે પણ આરટી-પીસીઆર ઓછા પ્રમાણમાં થઇ રહ્યા છે
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ આરટી-પીસીઆર ઓછા પ્રમાણમાં થઇ રહ્યા છે ત્યારે નિષ્ણાંત તબીબોએ રાજ્યમાં આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા પર ભાર મુક્યો છે. વિખ્યાત હિસ્ટોપેથોલોજીસ્ટ અને લેબોરેટરી મેડિસિનના નિષ્ણાંત ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં 25 થી 50 ટકા વચ્ચે જ આરટી-પીસીઆર ટેસ્ટ થઇ રહ્યા છે. જે અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ ઓછા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળમાં 70 ટકાથી વધુ ટેસ્ટ થાય છે. જ્યારે ચંદીગઢમાં પણ 40 ટકાથી વધુ ટેસ્ટ થાય છે. જેની સામે ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ 25 થી 50 ટકા જ છે.
નિયમોના પાલન સાથે કલાસીસ શરૂ રાખવામાં આવે તેવી કલાસીસ સંચાલકોની માંગ
રાજ્યના આઠ મહાનગરોમાં ટ્યુશન કલાસીસ બંધ કરતા સંચાલકો નારાજ થયા હતા. જો કે નિયમોના પાલન સાથે કલાસીસ શરૂ રાખવામાં આવે તેવી કલાસીસ સંચાલકોની માંગ કરી હતી. ફરીથી ટયુશન બંધ થતાં કલાસીસ સંચાલકોની મુશ્કેલી વધી છે. ધોરણ 10 અને 12ના કલાસીસ શરૂ રાખવાની માંગ કરી છે. અમદાવાદમાં આવેલ હાથીજણ સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ગુરૂકુળના આઠ સંતો કોરોનાગ્રસ્ત થતા ત્યા ચાલતા રસીકરણ કેંદ્રને બંધ કરી દેવામાં આવ્યું છે અને આઠેય સંતોની સારવાર શરૂ કરવામાં આવી છે. તો વધતા કોરોનાના કેસને જોતા મણિનગરના સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં 200 વર્ષ જુનો ફુલડોલ ઉત્સવ મોકુફ રાખવામાં આવ્યો છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1565 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 969 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,74,249 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા પર પહોંચી ચુક્યો છે.
કોરોના વેક્સિન 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી રક્ષણ આપવા સક્ષમ
AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું કે,‘કોરોના વેક્સિન 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી રક્ષણ આપવા સક્ષમ હોઈ શકે છે. કોરોના વેક્સિનની કોઈ મોટી આડઅસર જોવા મળી નથી.’ એક કાર્યક્રમમાં ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોના વેક્સિન 10 મહિના અને તેનાથી વધુ સમય સુધી કોરોનાથી રક્ષણ આપી શકે છે. કોરોનાના ફરી કેસો વધવાનું કારણ લોકોએ માની લીધું હતું કે- કોરોના મહામારીનો અંત આવી ગયો છે, તેના કારણે તેમણે નિયમોનું પાલન કરવાનું છોડી દીધું. લોકોએ હાલ અમુક સમય માટે બિનજરૂરી પ્રવાસ ટાળવા જોઈએ.
રાજ્યમાં હાલ 69 લોકો વેન્ટિલેટર પર છે. 6668 લોકો સ્ટેબલ છે. 2,74,249 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4443 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 06 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 2, સુરત કોર્પોરેશનનાં 2, રાજકોટનાં 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 વ્યક્તિ સહિત કુલ 06 લોકોનાં મોત નિપજ્યાં છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31