GSTV
Gujarat Government Advertisement

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહનો ગૃહમંત્રી પર મોટો આક્ષેપ, દર મહિને 100 કરોડ વસૂલવાનો હતો ટાર્ગેટ

Last Updated on March 20, 2021 by

મહારાષ્ટ્રમાં એન્ટીલિયા કેસ અને મનસુખ હિરેનના મોતની ઘટનાએ રાજ્યમાં રાજકીય ગરમાવો હજૂ પણ શાંત થયો નથી. ત્યારે હવે મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પરમવીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ચિઠ્ઠી લખીને તેમાં કહ્યુ છે કે, અનિલ દેશમુખ દર મહિને 100 કરોડ રૂપિયા માગતા હતા.પત્રમાં તેમણે લખ્યુ છે કે, સચિન વઝેને અનિલ દેશમુખે જ આદેશ આપ્યો હતો.

મહિને 100 કરોડની વસૂલનો ટાર્ગેટ- પરમવીર સિંહ

પરમવીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલી ચિઠ્ઠીમાં લખે છે કે, સચિન વઝેને અનિલ દેશમુખ વસૂલી કરવાનું કહેતા હતા. સચિન વઝેએ ખુદ મને આ વિશે જણાવ્યુ હતું. પરમવીર સિંહે ચિઠ્ઠીમાં આરોપ લગાવ્યો છે કે, અનિલ દેશમુખે સચિન વઝેને કેટલીય વાર સરકારી ઘરે બોલાવ્યા હતા અને દર મહિને 100 કરોડ વસૂલીનો ટાર્ગેટ આપતા હતા. આરોપ મુજબ જોઈએ તો, દેશમુખે વઝેને એવુ કહ્યુ હતું કે, મુંબઈમાં 1750 બાર અને રેસ્ટેરંટ છે. દરેક પાસેથી બે-ત્રણ લાખ રૂપિયા મહિને વસૂલવામાં આવે તો, 50 કરોડ થઈ જાય. બાકીની રકમ અન્ય જગ્યાએ ભેગી કરો.

દેશમુખે ટ્વિટ કરી બચાવ કર્યો

પરમબીર સિંહના આ આરોપ પર દેશમુખે ટ્વિટ કરી કહ્યું કે,‘પરમબીર સિંહ પોતાને નિર્દોશ સાબિત કરવા અને કાયદાકીય કાર્યવાહીથી બચવા આ આરોપ લગાવી રહ્યાં છે.’ પરમબીર સિંહને અમુક સમય પહેલા જ મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી હટાવવામાં આવ્યા હતા. જે પછી તેમણે શનિવારે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના ગૃહમંત્રી પર આરોપ લગાવ્યો હતો. પરમબીરે આરોપ લગાવ્યો કે, અનિલ દેશમુખે ગત અમુક મહિનામાં વાઝેને ઘણીવાર પોતાના સરકારી રહેઠાણના સ્થળે બોલાવી ચૂક્યા છે. ગૃહમંત્રી ત્યાં વાઝે પાસે દર મહિને 100 કરોડ રૂપિયા ભેગા કરવાનું કહેતા હતા.

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં અનિલ દેશમુખના હસ્તક્ષેપનો આક્ષેપ

પરમવીર સિંહે આ ચિઠ્ઠીમાં દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના સુસાઈડ કેસમાં દબાણ લાવવાનો આરોપ લગાવ્યો છે. પરમવીર સિંહે આરોપ લગાવ્યા પ્રમાણે ગૃહમંત્રી અનિલ દેશમુખ પ્રથમ દિવસથી જ ઈચ્છતાં હતા કે, આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવામાં આવે. પરમવીર આ મામલે જણાવે છે કે, મારો મત હતો કે, કોઈ પણ પ્રકારની આત્મહત્યા માટે ઉકસાવવાનું કામ થયું છે તો પણ આ મામલો મુંબઈની જગ્યાએ દાદરા નગર હવેલીમાં નોંધાવો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33