GSTV
Gujarat Government Advertisement

માર્ચ માથે પડ્યો/ રાજ્યમાં કોરોના વિસ્ફોટ સાથે 1565 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં સુરતને પછાડી અમદાવાદ 401 કેસ સાથે રાજ્યમાં પ્રથમ પહોંચ્યું

Last Updated on March 20, 2021 by

રાજ્યમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. આજે ગુજરાતમાં 1565 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 401 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરતથી પણ વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 6737 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં નવા નવા નિયમો લદાઈ રહ્યા છે પરંતુ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકોએ જાતે જ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

એક્ટિવ કેસની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો

રાજ્યમાં માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ સંક્રમણના કેસો નોંધાતા હતા પરંતુ આજે અમદાવાદમાં તેનાથી પણ વધારે લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 6737 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કેસો નોંધાયા

દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત 23,623 દર્દીઓ સાજા થયા હતા જ્યારે 188 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,59,588 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,55,284 લોકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે પૈકીના 1,11,07,332 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 2,88,394 છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33