Last Updated on March 20, 2021 by
શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યુ હતું કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે ટેસ્ટ કરાવી લેવો.
On having mild symptoms of COVID, I had myself tested and I am COVID positive. I request everyone who came in contact with me to get themselves tested.
— Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021
I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe
આદિત્ય ઠાકરે સંક્રમિત થતાં જાણકારી આપતા ટ્વીટમાં લખ્યુ છે કે, કોરોના વાયરસના હલ્કા લક્ષણ દેખાવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું વિનંતી કરુ છે કે, તેઓ ટેસ્ટ કરાવી લે.
આ સાથે જ તેમણે કોરોનાથી ચેતવતા જણાવ્યુ છે કે, હું તમામ લોકોને અપીલ કરૂ છું કે, એ વાત અતિ મહત્વની છે કે, સુરક્ષાને જરાં પણ નજરઅંદાજ ન કરો. મહેરબાની કરીને કોરોના ગાઈડલાઈનનું પાલન કરો અને સુરક્ષિત રહો.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા
ભારતમાં એક દિવસમાં પહેલી વખત કોરોનાના નવા 40953 કેસો સામે આવ્યા છે. છેલ્લે 40 હજારથી વધુ કેસ 29મી નવેમ્બર 2020માં સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના 25 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેને પગલે ગમે ત્યારે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે , . ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના દીકરા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટીવ આવ્યા છે. આદિત્યને ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી છે. હવે કોરોના છેક માતોશ્રી સુધી પહોંચ્યો છે. દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે.
આ રાજ્યોમાં સ્થિતી ગંભીર
મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, કર્ણાટકા અને છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસથી એક્ટિવ અને દૈનિક કેસોમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2,88,394એ પહોંચી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, કોરોનાના કેસો આટલી ગતીથી વધતા રહ્યા તો લોકડાઉન ફરી પુરા રાજ્યમાં લાગુ કરવામાં આવી શકે છે અને હાલ માત્ર એ જ એક માત્ર વિકલ્પ છે. પંજાબમાં પણ આકરા પ્રતિબંધો લાગુ કરાયા છે. હવેથી પંજાબમાં આ મહિનાના અંત સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવશે.
નાગપુરમાં લોકડાઉન લંબાવ્યું
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગુ કરવામા આવ્યું છે. અગાઉ આ લૉકડાઉન 21 માર્ચ સુધી હતું. રાજ્યના ઊર્જા મંત્રી નિતિન રાઉતે સતત વધતા કેસોને જોતા શનિવારે લૉકડાઉન 31 માર્ચ સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી. બીજી તરફ નાગપુર ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ પ્રતિબંધો સંબંધિત આકરા નિર્ણયો લેવાયા હતા. જે હેઠળ નાસિકમાં સાંજના 7 થી સવારના 7 સુધી તમામ દુકાનો-સંસ્થા બંધ રહેશે. ઠાણેમાં 31 માર્ચ સુધી 16 હૉટસ્પૉટ્સ પર લૉકડાઉન લાગુ કરાયું. ઉસ્માનાબાદમાં રાતે 9 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે. અહીં વિકેન્ડ માર્કેટ બંધ રહેશે અને રવિવારે પૂર્ણ લૉકડાઉન લાગુ રહેશે. પુણેમાં રાતના 11 થી સવારના 6 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરાશે. સાંજના સમયે પાર્ક બંધ રહેશે. હોટલ અને રેસ્ટોરાં રાતના 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે.
ધારાવીમાં વધ્યુ કોરોનાનું સંક્રમણ
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એટલે ધારાવીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. માર્ચમાં અત્યારસુધી કોરોના વાઈરસના 272 કેસ સામે આવ્યા છે. જ્યારે ફેબ્રુઆરીમાં અહીં કુલ 168 કેસ સામે આવ્યા હતા. આ રીતે સંક્રમણના કેસોમાં 62 ટકાનો વધારો થ. છે. બીએમસીના જી-નોર્થના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નર કિરણ દિઘવકરે કહ્યું કે, ‘ધારાવીમાં સંક્રમણના કેસ વધવા એ તંત્ર માટે ખતરાની ઘંટી છે. જોકે અમે ગત વર્ષની સરખામણીએ આ વખતે તેનો સામનો કરવા તૈયાર છીએ.
હવે જે કેસ સામે આવી રહ્યાં છે તે ધારાવીના અલગ-અલગ વિસ્તારમાંથી આવી રહ્યાં છે, ના એક જ સ્થળે થી. ધારાવીમાં હાલ 72 દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે.’ અત્યારસુધી ધારાવીમાં કુલ 4133 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 3745 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે, જ્યારે અહીંના 316 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ ઝૂંપડપટ્ટી 2.5 સ્કેવર કિ.મી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31