Last Updated on March 20, 2021 by
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સીરીઝની પાંચમી અને અંતિમ મેચ આજે રમાઈ રહી છે. બંને ટીમો 2-2 મેચ જીતી છે. સીરીઝની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટીંગ કરવા માટે આમંત્રિત કરી છે. અગાઉ રમાયેલી મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ મજબૂત દેખાઈ રહી છે. ત્યારે હવે આવા જ જોશ સાથે આજે જીતવાના મૂડ સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ તો પોતાના નામે કરી ચુકી છે. ત્યારે હવે ટી-20 ટ્રોફી પર તેની નજર છે.
Toss Update:
— BCCI (@BCCI) March 20, 2021
England have won the toss & elected to bowl against #TeamIndia in the 5⃣th & final @Paytm #INDvENG T20I.
Follow the match ? https://t.co/esxKh1iZRh pic.twitter.com/fJeHQQODi6
ભારતીય ટીમ મજબૂત, છેલ્લી 7 સીરિઝમાંથી એકેય સીરીઝ હાર્યુ નથી ભારત
ભારતીય ટીમની વાત કરીએ તો, સતત 5 ટી-20 પર કબ્જો કરી ચુકી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ સિરીઝ ડ્રો રહી હતી, અને તે અગાઉ વેસ્ટઈંડીઝ વિરુદ્ધ પણ ભારતે સીરીઝ જીતી લીધી હતી. એટલે કે, છેલ્લી 7 ટી 20 સીરીઝમાં ભારતીય ટીમ એક પણ હારી નથી. છેલ્લી વખત વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સીરીઝ હારી હતી.
Team News:
— BCCI (@BCCI) March 20, 2021
1⃣ change for #TeamIndia as @Natarajan_91 named in the team.
England remain unchanged. @Paytm #INDvENG T20I.
Follow the match ? https://t.co/esxKh1iZRh
Here are the Playing XIs ? pic.twitter.com/VDKmSdv0Fb
2-2 થી બંને ટીમ આગળ- આજે નિર્ણાયક મેચ
આ સીરિઝમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની 8 વિકેટે જીત થઈ હતી. ત્યાર બાદ ટીમ ઈંન્ડિયાએ વાપસી કરી અને 7 વિકેટથી બીજા મેચમાં જીત નોંધાવી. ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે સારુ પ્રદર્શ કરી 8 વિકેટે જીતી લીધી. ત્યાર બાદ ચૌથી મેચમાં ફરી પાછુ ભારતે દમ દેખાડ્યો અને 8 રનથી ઈંગ્લેન્ડને હરાવ્યુ હતું. ત્યારે હવે આ છેલ્લી અને અંતિમ મેચ હોય બંને માટે ખરાખરીનો જંગ છે. આ મેચ જીતી જનાર ટીમ આ સીરીઝ પર કબ્જો કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31