Last Updated on March 20, 2021 by
વડોદરા શહેરમાં કોરોનાની મહામારી ગંભીર અસર વધી રહી છે ત્યારે ગઇ રાતથી આજે બપોર સુધીમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત 7 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે ભાજપના ડભોઈના ધારાસભ્ય, જિલ્લા ગ્રાહક કોર્ટ ના જજ ખાણ ખનીજ વિભાગના અધિકારી સહિત 15 અગ્રણી અને તેમના પરિવારજનોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળે છે. કેસનો કુલ આંક 25,836 ઉપર પહોંચ્યો છે.
રાજ્યભરમાં કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો
વડોદરા સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25,836 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 244 થયો છે. અત્યાર સુધીમાં કુલ 24,935 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. આજે શનિવારે અને કાલે રવિવારના રોજ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવામાં આવશે.
657 એક્ટિવ કેસ પૈકી 119 દર્દી ઓક્સિજન ઉપર
વડોદરામાં હાલ 657 એક્ટિવ કેસ પૈકી 119 દર્દી ઓક્સિજન ઉપર અને 50 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 488 દર્દીની હાલત સ્થિર છે. દરમિયાનમાં આજે બપોરે વોર્ડ નંબર 18 ના ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન સિંદેનું કોરોના માં મોત નિપજ્યુ છે આ ઉપરાંત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વોર્ડ નંબર 11 ની મહિલા કોર્પોરેટર મહાલક્ષ્મી બેન સેટિયાર અને તેમના પતિ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ કોરોના વેક્સિન લીધી હતી તે બાદ પણ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
જિલ્લા ગ્રાહક કોર્ટ ના જજઆઇ.સી.શાહ પોઝીટીવ
કોર્પોરેશન ભાજપના દંડક ચિરાગ બારોટના માતા પત્ની અને પુત્ર તેમજ કોર્પોરેશનની સભા ઓફિસના ટ્યુન અક્ષય સોલંકી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા ગ્રાહક કોર્ટ ના જજઆઇ.સી.શાહ અને ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ અને તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31