GSTV
Gujarat Government Advertisement

કોરોનાના કેસો વધતાં મોદી નારાજ : ગુજરાતમાં કેન્દ્રની આવી શકે છે ટીમ, કંઈ એમ જ એકાએક નથી આવી કડકાઈ મળ્યો ઠપકો

Last Updated on March 20, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધતાં નરેન્દ્ર મોદી નારાજ છે. ગુજરાતમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે મોદી સરકાર કેન્દ્રીય નીરિક્ષકોની ટીમ મોકલે તેવી શક્યતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં ૧૭૭ જિલ્લામાં કોરોનાની સ્થિતી ચિંતાજનક હોવાની જાહેરાત કરી હતી. ગુજરાતના ૮ જિલ્લાનો તેમાં સમાવેશ થાય છે તેથી પણ મોદીની નારાજગી વધી છે.

ભાજપ

મોદીએ રૂપાણીને ઝપટમાં લીધા

મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી તેમાં પણ વિજય રૂપાણીને વેધક સવાલો કર્યા હતા. રૂપાણીએ કોરોનાના કેસોનો આંકડો આપ્યો તેની સામે પણ મોદીએ સવાલ ઉઠાવ્યા હતા. આ બેઠકમાં જ મોદીએ આંકડાઓ અંગે સ્પષ્ટતા કરીને વિસ્તૃત રીપોર્ટ આપવા સૂચના આપી હતી.

ગુજરાતનો રિપોર્ટ મળતા જ એક્શનમાં આવશે મોદી

આ રીપોર્ટ મોદી સરકારને મળ્યો નથી પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી કેન્દ્ર સરકારે દખલ કરવી પડે એવી સ્થિતી હોવાનું મોદીનું માનવું છે. ગુજરાત સરકારનો સત્તાવાર રીપોર્ટ મળી જાય પછી મોદી સરકાર નીરિક્ષકોની ટીમ મોકલવાની જાહેરાત કરશે પણ એ પહેલાં રસીકરણમાં તેજી લાવવાની સૂચના આપી દેવાઈ છે.

વિધાનસભામાં કોરોનાનો પગપેસારો

કોરોનાએ ગુજરાત વિધાનસભા સુધી પગપેસારો કર્યો છે. બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા છે. મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ અને શૈલેષ મહેતા કોરોના સંક્રમિત થયા છે. બીજી તરફ જીએડી, પંચાયત વિભાગ, રેવન્યુ અને વન પર્યાવરણ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

કોરોના

એક જ દિવસમાં સૌથી વધુ કેસ

ભારતમાં એક દિવસમાં પહેલી વખત કોરોનાના નવા 40953 કેસો સામે આવ્યા છે. છેલ્લે 40 હજારથી વધુ કેસ 29મી નવેમ્બર 2020માં સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના 25 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેને પગલે ગમે ત્યારે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે , . ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.

આ રાજ્યોમાં સ્થિતી ગંભીર

મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, કર્ણાટકા અને છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસથી એક્ટિવ અને દૈનિક કેસોમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2,88,394એ પહોંચી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, કોરોનાના કેસો આટલી ગતીથી વધતા રહ્યા તો લોકડાઉન ફરી પુરા રાજ્યમાં લાગુ કરવામાં આવી શકે છે અને હાલ માત્ર એ જ એક માત્ર વિકલ્પ છે. પંજાબમાં પણ આકરા પ્રતિબંધો લાગુ કરાયા છે. હવેથી પંજાબમાં આ મહિનાના અંત સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33