GSTV
Gujarat Government Advertisement

ઐતિહાસિક ડાંગ દરબાર બંધ : સ્થાનિક બજારમાં ડાંગ બહારના વેપારીઓ ભાગ નહીં લઈ શકે, મહારાષ્ટ્રનો ડર

Last Updated on March 20, 2021 by

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ક્યારેય પ્રજાકીય જાનમાલના ભોગે જાહેર સમારંભો, મેળાવડાઓને પરવાનગી આપી ન શકે તેમ સ્પષ્ટપણે જણાવતા ડાંગ કલેકટર એન. કે. ડામોરે આગામી “ડાંગ દરબાર”ના મેળા સંદર્ભે જિલ્લાના માજી રાજવીઓ સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરતા જણાવ્યુ હતુ. પડોશી મહારાષ્ટ્રમાં “કોરોના”ની વકરેલી સ્થિતિને અનુલક્ષીને “ડાંગ દરબાર”નો મેળો યોજવો તે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે તેમ જણાવતા ડામોરે ડાંગ જિલ્લાની કુલ વસ્તી માંડ અઢી લાખની છે, જેની સામે “ડાંગ દરબાર”ના મેળામા ડાંગ બહારથી અંદાજીત પાંચેક લાખ જેટલી જનમેદની ઉમટતી હોય ત્યારે, આવા કાર્યક્રમોને કારણે જાહેર આરોગ્ય સામે ચોક્કસ જ જોખમ ઊભુ થઇ શકે તેમ હોય આવા જાહેર કાર્યક્રમો યોજવા હિતાવહ નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ.

સંક્રમણના કારણે પરંપરાગત મેળા પર પ્રતિબંધ

ડાંગ જિલ્લાના મોટાભાગના શ્રમજીવી પરિવારો છે, ત્યારે “કોરોના” સામે બાથ ભીડવા માટે ડાંગ જિલ્લામા સીમિત સાધન સુવિધાઓ ધ્યાને લેવા સાથે, ડાંગના રાજવીઓએ પણ વ્યાપક પ્રજાહિત ધ્યાને લેતા પ્રશાસનના પ્રયાસોમા સહયોગ આપવાની અપીલ કરી હતી.
ડાંગના રાજવીઓ વતી વાસુરણાના રાજવી ધનરાજસિંહજીએ રાજવીઓની લાગણીને ધ્યાનમા રાખીને જાહેર સુખ સુખાકારી માટે અહીના પરંપરાગત મેળાને પ્રતિબંધિત રાખી, માત્ર સાલીયાણા અર્પવાના કાર્યક્રમને “કોવિદ-૧૯” ની માર્ગદર્શક સૂચનાઓના પાલન સાથે યોજવા સહમતી દર્શાવી હતી. ધનરાજસિંહજીએ ડાંગના પ્રજાજનોના આરોગ્યની જાળવણી એ પ્રશાસન, રાજકીય પદાધિકારીઓ, અને રાજવી પરિવારો નૈતિક જવાબદારી છે તેમ પણ જણાવ્યુ હતુ.

સાદગીપૂર્ણ રીતે યોજાઈ શકે છએ સાલીયાણા અર્પણનો કાર્યક્રમ

ડાંગ જિલ્લાની ઐતિહાસિક પરંપરાને જાળવવા માટે સાલીયાણા અર્પણ કરવાનો સાદગીપૂર્ણ કાર્યક્રમ સંભવત; આગામી તા.૨૪ મી માર્ચના રોજ, ડાંગ દરબાર હોલ ખાતે યોજવા અંગેની ચર્ચા કરતા કલેક્ટરે હોળીના તહેવાર સંદર્ભે ભરાતા સ્થાનિક હાટ/બજારોમાં ડાંગ બહારના વેપારીઓને કોઈ પણ ભોગે પ્રવેશ નહિ અપાઈ તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33