Last Updated on March 20, 2021 by
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને 1400ની વધુ દર્દીઓ રોજના જોવા મળી રહયા છે ત્યારે રાજય ચૂંટણી પંચે આગામી તા.18 એપ્રિલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે જ ગાંધીનગર વસાહત મહાસંઘે કોરોના વચ્ચે ચૂંટણી નહીં યોજવા પંચને આવેદનપત્ર આપ્યું હતું. જેની નોંધ પણ લેવાઈ નથી. જો કે ભાજપ અને કોંગ્રેસે પણ કોરોના વચ્ચે ચૂંટણી યોજવા જાણે કે મુક સંમતિ આપી હોય તેમ લાગી રહયું છે. રાજયમાં કોરોનામાં પ્રજાના આરોગ્યની કોઈ જ ચિંતા નથી અને બસ ચૂંટણી જ કરો તેમ નીતિ અપનાવાઈ હોય તેમ લાગી રહયું છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાઈ હતી અને તેના પરિણામોમાં જીત મેળવી ભાજપે ઉત્સાહ મનાવવાનું શરૂ કરી દીધું છે પરંતુ તેની અસર સમગ્ર રાજયમાં કોરોનાના વધતાં જતાં દર્દીઓ ઉપરથી જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ રાજયમાં દિનપ્રતિદિન વધી રહયું છે.
આવા સમયે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં આંશિક પ્રતિબંધો લાદીને રાત્રી કરફ્યુ પણ વધારી દીધો છે. ત્યારે કોરોનાની આ વધતી લહેર વચ્ચે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાતથી લોકોમાં પણ રોષ જોવા મળી રહયો છે. આજે રાજય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે તા.18 એપ્રિલે મતદાન પ્રક્રિયા કરવાની જાહેરાત કરી છે.
તા.ર7 માર્ચથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે અને તા.1 એપ્રિલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. તા.ર0 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની જેમજ હવે ગાંધીનગરમાં કોર્પોરેશનની આ ચૂંટણીને લઈ રાજકીય સભાઓ, મેળાવડાઓ અને મસમોટા ભોજન સમારંભો યોજાશે તે નક્કી છે જેનાથી સંક્રમણ વધવાની પુરેપુરી શક્યતા જોવાઈ રહી છે.
ગઈકાલે જ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા રાજય ચૂંટણી પંચને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હાલના કોરોનાના આ સંક્રમણ વચ્ચે ચૂંટણીને પાછી ઠેલી વહીવટદારની નિમણૂંક કરવાની માંગણી કરવામાં આવી હતી. જો કે મહાસંઘની આ રજુઆતને ધ્યાને લેવામાં આવી નથી.
ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષોએ પણ કોરોનાની આ મોટી લહેર વચ્ચે ચૂંટણી યોજવા જાણે મુક સંમતિ આપી હોય અને પ્રજાના આરોગ્યની ચિંતા ના હોય તેમ લાગી રહયું છે. કોર્પોરેશન વિસ્તારમાં ર84 મતદાન મથકો ઉપર ર.82 લાખ જેટલા મતદારો છે ત્યારે ચૂંટણીના દિવસે પણ સોશ્યલ ડીસ્ટેન્સીંગ નહીં જળવાય તો કોરોનાનું સંક્રમણ ગાંધીનગરમાં ખુબજ ઝડપે વધવાની શકયતા પણ હાલના તબક્કે જણાઈ રહી છે.
શિક્ષિત મતદારો હોવાથી કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય: સંજય પ્રસાદ
ગાંધીનગર મહાનગરપાલિકાની તા.18 એપ્રિલે સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે રાજયમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે આ ચૂંટણી યોજવા અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં રાજયના ચૂંટણી કમિશનરે કહયું હતું કે ગાંધીનગરમાં શિક્ષિત મતદારો હોવાથી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરશે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય.
ચૂંટણીમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજકીય પક્ષોને પણ કોરોનાની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવા સૂચના આપવામાં આવશે. ચૂંટણીલક્ષી કામગીરીમાં મુકવામાં આવેલા સ્ટાફને પણ અગ્રતાના ધોરણે કોરોનાની રસી અપાવવામાં આવશે તો 284 જેટલા મતદાન મથકો ઉપર પણ ફેસશિલ્ડ, ગ્લોઝ, સેનેટાઈઝર સહિતની સુવિધાઓ આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31