Last Updated on March 20, 2021 by
સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. અઠવા, રાંદેર, લીંબાયત ઝોનમાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ગત રોજ સૌથી વધુ અઠવા ઝોનમાં કોરોનાના 88 કેસ પોઝીટીવ આવ્યા હતા. તો રાંદેર ઝોનમાં 57 અને લીંબાયત ઝોનમાં 41 કેસ પોઝીટીવ નોંધાયા છે. શહેરની શાળા-કોલેજો અને અન્ય રાજ્ય બહારથી આવેલા 14 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. અન્ય ચાર શિક્ષકો અને ચાર ડોકટર પણ પોઝીટીવ આવ્યા હતા. શહેરમાં એક્ટિવ કેસોનો આંકડો બે હજારને નજીક પહોંચ્યો છે.સુરતમાં વધતા જતા કોરોનાના કેસોને પગલે તંત્ર ચિંતિત બન્યું છે. કોરોને નિયંત્રણમાં લેવાના પાલિકાના તમામ પ્રયાસો વચ્ચે શુક્વારે વિક્રમી 450 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેમાં સુરત સીટીમાં 349 અને ગ્રામ્યમાં 101 કેસ આવ્યા હતા. સીટીમાં સૌથી વધારે કેસો અઠવા ઝોનમાં આવી રહ્યા છે.
કોરોનાની ચેન તોડવા માટે હિરા ઉદ્યોગ બે દિવસ રહેશે બંધ
સુરતમાં કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે હીરા ઉદ્યોગને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય સુરત ડાયમંડ એસોસિએશન તરફથી કરાયો છે. સુરતના હીરા ઉદ્યોગના અંદાજિત સાડા ત્રણ હજારથી પણ વધુ નાના મોટા યુનિટ રવિવારથી બે દિવસ માટે બંધ રહેવાના છે. જેની સંપૂર્ણ તૈયારી હીરાઉદ્યોગ તરફથી કરી દેવામાં આવી છે. આજે બપોરે સુરતમાં કોરોનો રીતસર બ્લાસ્ટ થયો હોય તેમ 290 કેસો નિકળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. આજે બપોરના બાર વાગ્યા સુધીમાં જ સુરત સીટીમાં 225 અને ગ્રામ્યમાં 65 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 57,877 ઉપર પહોચ્યો છે.
ઉદ્યોગોએ પણ પુરતો સાથ આપવાની બાંહેધરી આપી
સુરતના હીરા ઉદ્યોગે પણ તંત્રને પૂરતો સાથ- સહકાર આપવાની બાંહેધરી આપી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી સુરતમાં નોંધાઈ રહેલા કોરોનાના કેસોમાં રત્ન-કલાકારો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. જેના કારણે બે દિવસ માટે સુરતના હીરા ઉદ્યોગને બંધ કરવા માટેના આદેશ પાલિકા કમિશનર તરફથી કરાયા છે.
સુરતમાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું
સુરતમાં કોરોના કેસો રોકેટગતિએ વધતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.પાલિકા કમિશ્નરના આદેશ બાદ બે દિવસ માટે રિંગ રોડની 150 થી વધુ ટેકસ્ટાઈલ્સ માર્કેટને બંધ કરાવી દેવામાં આવી છે. સુરતમાં રિંગ રોડ વિસ્તારમાં આવેલા માર્કેટના કાપડ વેપારીઓ સહિત કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની રહ્યા છે. બહારગામથી કાપડ માર્કેટમાં આવતા અન્ય વેપારીઓના કારણે સંક્રમણ વધવાની ભીતિ પાલિકા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નિર્ણયના પગલે આજે રિંગ રોડની તમામ માર્કેટ સદંતર બંધ જોવા મળી હતી..જ્યાં માર્કેટમાં સાડીના પાર્સલોના ઢગ જોવા મળ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31