GSTV
Gujarat Government Advertisement

રાજકારણીઓમાં સંક્રમણ: વડોદરાના સાંસદ થયા કોરોના સંક્રમિત, ટ્વીટર પર આપી જાણકારી

Last Updated on March 20, 2021 by

ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ફરીથી તેજ થયું છે. ગુજરાતમાં ગાઇકાલે નવા 1400થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે, છેલ્લા કેટલાંય સમયથી ચૂંટણી પ્રચારમાં કોરોના મહામારી ભૂલેલા રાજકારણીઓ પણ હવે કોરોનાના ભરડામાં ધકેલાઈ રહ્યા છે.

સંક્રમણ

ત્યારે, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. ભાજપના વડોદરાથી લોકસભા સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. મહત્વનું છે કે, સીએમ રૂપાણી કોરોના સંક્રમિત થયા ત્યારે ભાજપના અને નેતાઓ સહીત સાંસદ રંજન ભટ્ટએ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તે સમયે તેમના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરતા લખ્યું હતું કે તેમને કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે કોરોનાનો RT-PCRનો રિપોર્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. તેમણે આગળ લખ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ થયેલ છે. સાથે જ તેમણે ગત દિવસોમાં તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

મહત્વનું છે કે શિવજી કી સવારીમાં સાંસદ રંજનબેન ભટ્ટ ઉપરાંત ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી, ભાજપ કાર્યાલય મંત્રી નમન શાહ, શહેર પ્રમુખ વિજય શાહ સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. શિવજી કી સવારી કાર્યક્રમમાં જંગી જનમેદની એકત્ર થઇ હતી. જે દરમ્યાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મુકવામાં આવ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33